એસએમસીની રેઇડમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડાયો હતો તે ગોડાઉનના માલીક સામે કાર્યવાહી.
મોરબીના શકત શનાળા ગામ નજીક રાજપર રોડ ઉપર આવેલ ગોડાઉન ભૂમિ પેકેજીંગ નામનું કારખાનું પરપ્રાંતિય લોકોને ભાડે આપી ભાડા કરાર કે પરપ્રાંતિય લોકોના નામ સરનામાં સહિતીની જરૂરી વિગતો નજીકના પોલીસ મથકમાં ન આપનાર ગોડાઉન માલીક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી તે આરોપીની અટકાયત કરવામાં આવી છે.
મોરબી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડેલ હોય જેમા જીલ્લામાં બહારથી હજારોની સંખ્યામા રોજગારી અર્થે ઘરઘાટી ચોકીદાર, કારખાનામાં, મકાન બાંધકામમા, ફાઉંડ્રી ઉઘોગોમા, હીરા ઉદ્યોગોમા, ફેકટરીઓમા અને ખેતીના તેમજ વેપાર ધંધામા શ્રમીક તરીકે લોકોને કામે રાખે છે.તેમા અમુક ગુન્હાહીત ઈતીહાસ ધરાવતા તથા ગુન્હાહીત માનસ ધરાવતા ઇસમો હોય તેવી સંભાવના હોય રહેલી છે. તેમજ ઘણા કિસ્સાઓમા તેમના વતનમા કે અન્ય શહેરમા ગંભીર ગુન્હાઓ આચરી મોરબી જીલ્લામા આશરો લેતા હોય છે. અને આવા શ્રમીકોના ટુંકા નામ સિવાય માલીક પાસે વિશેષ કોઈ માહીતી હોતી નથી જેથી શ્રમિકોના પુરા નામ સરનામા સહીતની જરૂરી વિગતો કામ પર રાખનાર માણસોની માહીતી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ છે.
ઉપરોક્ત જાહેરનામા અનુસંધાને મોરબીના શકત શનાળા ગામ નજીક રાજપર રોડ ઉપર ભૂમિ પેકેજીંગ નામના કારખાનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી વિદેશી દારૂની ૧૭ હજાર નંગથી વધારે બોટલો કિ.રૂ. ૭૬ લાખ સહિત ૧.૧૧ કરોડનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યું હતું જે ગોડાઉન બહારના રાજ્યના લોકોને ગોડાઉન-માલીક અનિલભાઈ મકવાણાએ ભાડે આપ્યું હતું, ત્યારે ગોડાઉન ભાડે આપી તેનો ભાડા કરાર કે બહારના રાજ્યના લોકોના નામ સરનાના, આઈડી પ્રૂફ જેવી જરૂરી વિગતો સંબંધિત પોલીસ મથકમાં આપી ન હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસે ગોડાઉન માલીક આરોપી અનિલભાઈ ત્રિભોવનભાઈ મકવાણા ઉવ.૪૨ રહે. કંડલા બાયપાસ ભગવતી હોલ પાછળ કૃષ્ણ પાર્કવાળા સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.