મોરબીની સરકારી શાળામાં શિક્ષક ભરતકુમાર બાલાસરાએ જ્વલંત સિદ્ધી હાંસલ કરી જીપીએસસી મુલકી સેવા વર્ગ ૧/૨ ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે.પરીક્ષા પાસ કરતા ભરતકુમારની સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી છે.ભરતકુમાર અધિકારી બનતા સગા, સબંધીઓ, શિક્ષકો તેમજ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
મોરબીની સરકારી શાળાના શિક્ષક એવા ભરતકુમાર ગોવિંદભાઈ બાલાસરાએ જ્વલંત સિદ્ધી હાંસલ કરી જીપીએસસી મુલકી સેવા વર્ગ ૧/૨ ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી છે. પરીક્ષા પાસ કરતા ભરતકુમાર ની સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી કરવામાં આવી છે. મોરબીની ત્રાજપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરત બાલાસરાએ ખૂબ મુશ્કેલ ગણાતી જીપીએસસી મુલકી સેવા વર્ગ ૧/૨ ની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૪૬ માં ક્રમે પાસ કરી સ્ટેટ ટેક્સ ઓફિસર તરીકે પસંદગી પામતા પરિવાર, શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણ ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે.તેઓને સગા સંબંધીઓ, શિક્ષકો, મિત્ર વર્તુળ તરફથી અધિકારી બનવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે..