મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કડકડતી ઠંડી વચ્ચે પણ લોકો લાઈનો લગાવી પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં 7 વાગ્યાથી માંડી 9 વાગ્યા સુધી બે કલાકમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું 9.39 અને પેટા ચૂંટણીમાં 9.67 ટકા મતદાન નોંધાયું છે.
મોરબી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં બે કલાકનાં સમયગાળા દરમિયાન પુરુષ મતદારોની 12.99 ટકાવારી નોંધાઈ છે જ્યારે સ્ત્રી મતદારોની 5.49 ટકાવારી નોંધાઈ છે આમ બે કલાકમાં કુલ 9.39 ટકા મતદાન થયું છે જ્યારે પેટા ચૂંટણી માં પુરુષ મતદારોની ટકાવારી 14.32 અને સ્ત્રી મતદારોની ટકાવારી 4.97 મળી કુલ મતદાન 9.67 નોંધાયું હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.
ટંકારા તાલુકામાં પ્રથમ બે કલાકમાં 8.67 ટકા મતદાન નોંધાયું
બીજી તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ટંકારા મથકમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં ટંકારા તાલુકામાં પ્રથમ બે કલાકમાં પુરુષ મતદાનની ટકાવારી 12.02 નોંધાઈ છે જ્યારે સ્ત્રી મતદાનની 5.20 મળી કુલ 8.67 ટકા મતદાન થયું હોવાનું સામે આવ્યું છે.