આજે રાત્રે નવ વાગ્યે ભીખુદાન ગઢવી અને કિર્તીદાન ગઢવી સંતવાણીના સૂર રેલાવશે
શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિ દ્વારા હનુમાન જયંતિ નિમિતે ચાર દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ખોખરા હનુમાન હરિધામ ખાતે કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે રાત્રે લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી અને ભજન કલાકાર કિર્તીદાન ગઢવી ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં પોતાનું સુર રેડશે.
શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિના જણાવ્યા અનુસાર, તારીખ ૬ એપ્રિલથી ૯ એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શ્રી ખોખરા હનુમાન હરિહર ધામના આંગણે કરવામાં આવ્યું છે. જેમાં શ્રી હનુમંત યજ્ઞ, ભવ્ય સંતવાણી, શ્રી રામ ચરિત માનસ પાઠ તા. ૬-૪-૨૦૨૩ થી તા. ૯-૪-૨૦૨૩ સુધી અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર શ્રીકનકેશ્વરીદેવીજીના સાનિધ્યમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પુર્ણાહુતી દિન નિમિતે આજે લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી અને કિર્તીદાન ગઢવી ખોખરા હનુમાન હરિહર ધામના આંગણે પધારશે અને ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં પોતાનું સુર રેડશે. જેનો લ્હાવો લેવા સૌ કોઈ ભક્તજનોને પધારવા આયોજક શ્રી ખોખરા હનુમાન સેવા સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.