Tuesday, November 25, 2025
HomeGujaratમોરબી:શિક્ષણના લાભાર્થે ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન સંપન્ન

મોરબી:શિક્ષણના લાભાર્થે ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન સંપન્ન

મોરબીમાં છેલ્લા ત્રણ દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવી માધ્યમિક શાળાના બિલ્ડીંગ નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. જેના લાભાર્થે દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 11 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. જેમાં દાતાઓએ દાનની ગંગા વહાવી હતી.

- Advertisement -
- Advertisement -

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબીના રોહીદાસ પરા પાછળ વિજયનગર ખાતે ૨૦૦૧ થી ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય કાર્યરત છે. જેમાં ધોરણ એક થી આઠ ના ૨૪૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમના શિક્ષણની સગવડતા વધારવાના હેતુ સાથે નવી માધ્યમિક શાળા ધોરણ ૯ અને ૧૦ નું આગામી વર્ષમાં શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નવી બિલ્ડીંગના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, દેવકણભાઈ આદ્રોજા, ગંગા સ્વરૂપ સહાય સમિતિ, કે.જી. કુંડારિયા જાણીતા ઉદ્યોગપતિ, મહંત સીતારામ બાપુ કષ્ટભંજન હનુમાન મોલડી સહિત શિક્ષણ દાતાઓ તેમજ સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમામ નવયુગલોને ઘરવખરીની તમામ જીવન જરૂરિયાતોની ૮૩થી વધુ વસ્તુઓ સાથે ચાંદીના સાંકડા અને સોનાની નાકની ચૂક દાન સ્વરૂપે આપવામાં આપવામાં આવી હતી. જ્યારે શિક્ષણ દાતા તરીકે દેવકણભાઈ આદ્રોજા દ્વારા નવા નિર્માણ નિમિતે કુલ બિલ્ડિંગમાં એક વર્ગખંડના દાતા તરીકે દાન આપ્યું હતું. જ્યારે ટ્રસ્ટના મંત્રી કેશવ લાલ રામજીભાઈ ચાવડા દ્વારા પ્રિન્સિપાલ ઓફિસ નિર્માણનું દાન આપ્યું હતું. જ્યારે ઉદ્યોગપતિ કે જી કુંડારિયા દ્વારા સ્ટાફ રૂમ નિર્માણ કરી દેવાની જાહેરાત કરવામાં આવી હતી. જે શુભ પ્રસંગે ભોજનના દાતા તરીકે જમનાદાસ મોતીભાઈ હિરાણી હરિહર અન્ન ક્ષેત્ર તરફથી ૧૭૦૦ થી વધુ મહેમાનોને ભોજન કરાવ્યુ હતું. તેમજ નવનિર્મિત બિલ્ડિંગના નિર્માણ અર્થે મોટી સંખ્યામાં દાતાઓએ દાનની ગંગા વહાવી હતી. જ્યારે સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતા તરીકે ભરતભાઈ દુદાભાઈ પરમાર, સુરેશકુમાર કેશવલાલ ચાવડા, એડવોકેટ હસમુખભાઈ સોલંકી, મોતીભાઈ અમરાભાઇ પરમાર, સ્વર્ગસ્થ જીવાભાઇ રવજીભાઈ મકવાણા પરિવાર, દ્રિસના નંદની પારીઆ, દિનેશભાઈ ખેંગારભાઈ પરમાર, કેશુભાઈ કે સાગઠીયા તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી સહિતના દાતાઓએ તેમની યથાશક્તિ મુજબ તમામ ૧૧ કન્યાઓને કરિયાવર આપ્યો હતો. જેમનું ટ્રસ્ટ દ્વારા તમામ દાતાઓને સીલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર અને મંત્રી કેશવલાલ ચાવડા દ્વારા શિક્ષણ પ્રેમી દાતાઓને શિક્ષણના લાભાર્થે દાન આપવા માટે 99258 01260 પર સંપર્ક કરવા અપીલ કરી હતી…..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!