કચ્છથી આઇશરમાં તાલપત્રી બાંધી પશુઓ ભરી અમદાવાદ ખાતે લઇ જવામાં આવી રહ્યા છે તેવી બાતમી મોરબીના ગૌ રક્ષકોને મળતાં માળીયા હળવદ હાઇવે રોડ અણિયાળી ટોલ નાકા પાસે ખાખરેચી ગામની સીમ રોડ પર આઈશર ગાડી આવતા તેને અટકાવી માળીયા પોલીસને જાણ કરી આઇશર ગાડીને ૩૫ નંગ પાડા તેમજ આઇશર ગાડી કબ્જે કરી બંને ઇસમો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા અને ગૌ રક્ષક તરીકે સેવા આપતા ફરિયાદીને બાતમી મળી હતી કે કચ્છથી આઇશર ગાડી નં GJ – 18- BT – 6258માં તાલપત્રી બાંધી પશુઓ ભરી અમદાવાદ ખાતે લઇ જવામાં આવી રહ્યા છે. જે બાતમીના આધારે માળીયા હળવદ હાઇવે રોડ અણિયાળી ટોલ નાકા પાસે ખાખરેચી ગામની સીમના રોડ પર આઈશર ગાડી આવતા તેને અટકાવી માળીયા પોલીસને જાણ કરી આઇશર ગાડીમાં તાલપત્રી હટાવી ચેક કરતા ટૂંકા દોરડા વડે બાંધેલ ૩૫ નંગ પાડા મળી આવ્યા હતા. જે એક વર્ષથી આશરે ત્રણ વર્ષના હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદમાં રહેતા ઈમ્તિયાઝભાઈ મેમણ ડ્રાઈવિંગનો ધંધો કરતા હોવાનું અને તેની સાથે સાહેલ કાદરભાઈ કુરેશી મજૂરી કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી પકડાયેલ આઇસર ગાડીના ચાલકને પાડા ભરવા બાબતનું પોલીસે આધાર પુરાવા, ૫રમીટ કે પ્રમાણપત્ર માગતા નહી હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે દયનીય હાલતમા ટુકા દોરડાથી ક્રુરતા પુર્વક કતલખાને લઇ જવાના ઇરાદે ભરેલ કુલ ૩૫ પાડા જેમા એક પાડાની કીંમત આશરે રૂ.૨૦૦૦ લેખે ૩૫ (પાંત્રીસ) પાડાની કીંમત રૂ.૭૦,૦૦૦ તથા આઇસર ગાડી નં. GJ-18-BT-6258 ની કીંમત રૂ.૨.૦૦, ૦૦૦ ગણી કુલ રૂ. ૨,૭૦,૦૦૦ ના મુદામાલ કબ્જે કરી પકડાયેલ બંને ઇસમો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.