Sunday, November 16, 2025
HomeGujaratમોરબી: નવયુગ ગ્રુપ દ્વારા માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક અનુભવ અને યુવા મહોત્સવમાં...

મોરબી: નવયુગ ગ્રુપ દ્વારા માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક અનુભવ અને યુવા મહોત્સવમાં ગૌરવપૂર્ણ પ્રદર્શન

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત અને જીલ્લા સ્તરે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી હતી. યુવા મહોત્સવ-૨૦૨૫ માં પણ વિદ્યાર્થીઓએ મોરબીનું નામ ગૌરવભેર ઉજળું કર્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન, પ્રેરણા અને પ્રાયોગિક અનુભવથી ભરપૂર એક વિશાળ શૈક્ષણિક કાર્યક્રમોનું સત્ર પૂર્ણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રોને આવરી લેતા આ કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને અનુલક્ષીને સફળતાપૂર્વક યોજાયા હતા. સૌપ્રથમ, ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક વિશેષ માર્ગદર્શન સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. વક્તા પ્રતિકભાઈ કાછડીયાએ વિદ્યાર્થીઓને સમયનું આયોજન, અસરકારક અભ્યાસ પદ્ધતિ, યાદશક્તિ વધારવાના ઉપાયો, પરીક્ષા તણાવનું સંચાલન અને આત્મવિશ્વાસપૂર્વક તૈયાર કરવાની રીતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ આ સેમિનારને અકળ આત્મવિશ્વાસ અને પ્રેરણાદાયી ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો. ધોરણ ૧૧ કોમર્સ માટે બેંકિંગ વિષયને પ્રાયોગિક રીતે સમજવા એચડીએફસી બેંક, આઇડીબીઆઈ બેંક અને રાજકોટ નાગરિક કો-ઓપ. બેંક ખાતે મુલાકાત યોજાઈ હતી. અહીં વિદ્યાર્થીઓએ ખાતું ખોલવાની પ્રક્રિયા, પાસબુક, ચેક અને ડીડીઓની સમજૂતી, નેટ બેંકિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન, તથા બેંકિંગ સુરક્ષા અને ફ્રોડ પ્રિવેન્શન જેવા અગત્યના મુદ્દાઓનો વાસ્તવિક અનુભવ મેળવીને શૈક્ષણિક જ્ઞાનને વધુ મજબૂત બનાવ્યું હતું.

શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નવયુગના વિદ્યાર્થીઓએ જીલ્લા સ્તરે પણ છાપ મૂકી છે. જેમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત આયોજિત જીલ્લા નિબંધ લેખન સ્પર્ધામાં નવયુગની દેથરિયા સૃષ્ટિએ પ્રથમ સ્થાન અને પટેલ ક્રિનાએ ત્રીજું સ્થાન મેળવી ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત યોજાયેલ યુવા મહોત્સવ-૨૦૨૫ (૧૫ વર્ષથી ઉપર)ના જીલ્લાકક્ષાના કાર્યક્રમમાં નવયુગના વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રતિભા દર્શાવી હતી. જેમાં જીલ્લા સ્તરે પ્રાપ્ત થયેલી મુખ્ય સિદ્ધિઓ મુજબ સમૂહ ગાયનમાં પ્રથમ(મોરબી), લોકગીતમાં પ્રથમ (મોરબી) કંઝારિયા જેનિશભાઈ, ભજનમાં પ્રથમ (મોરબી) સ્થાને ગઢવી યુવરાજભાઈ, નિબંધ સ્પર્ધામાં પ્રથમ (મોરબી)-સરડવા ધ્વનિબેન, એક પાત્ર અભિનયમાં દ્વિતીય સ્થાન- કાલરિયા ડિમ્પલ, સ્ટોરી રાઇટિંગમાં પ્રથમ સ્થાન (જીલ્લો) નિવૃત્તિબેન ફેફર, સર્જનાત્મક સ્પર્ધામાં દ્વિતીય સ્થાને કૈલા યશ્વિએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!