મોરબી જિલ્લામાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા પ્રથમ ગુનામાં વધુ બે આરોપીઓના વીસ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે ઉપરાંત એક આરોપીના દશ દિવસના અને ચાર આરોપીના છ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.
મોરબીના કુખ્યાત મમુ દાઢી હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ ઇસ્માઇલ બ્લોચ, ઈરફાન બ્લોચ, ઇલ્યાસ ડોસાણી, એજાજ ચાનીયા, રફીક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ, જુનેદ હુસેન ચાનીયા, અસલમ ઉર્ફે ટાવર, કૌશલ ઉર્ફે કવો, સુનિલ ઉમેશ સોલંકી અને ઈરફાન અલ્લારખાભાઈ ચિચોદરા સહિત ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકની કલમ ઉમેરાઈ હતી.
આ કેસમાં પકડાયેલા આરોપી રીયાજ ઇકબાલ જુણાચ (ઉ.વ.29), રહે. કાલીકા પ્લોટ બાવા અહેમદશાની મસ્જીદ પાસ અને મુસ્તુફા ઉર્ફે મુસ્તુ દાદુભાઇ ઉર્ફે દાઉદભાઇ દાવલીયા (ઉ.વ.22), રહે. મકરાણીવાસ બાવાજીની વાડી સામેના તા.23/10/2021 સુધીના વિસ દિવસના રીમાન્ડ મંજુર કરાયા છે. વધુમાં આરોપી રફીક રજાક માંડવીયા (ઉ.વ.57), રહે. હાલ ટંકારા મોચી બજાર, મેમણ શેરી, સંધી વાસ , મુળ. કુબેરનાથ રોડ બાર શાખ રજપુત શેરી મોરબી ના તા.14/10/2021 સુધી દશ દિવસના રીમાન્ડ મંજુર કરાયા છે.
આ ઉપરાંત આરોપી ઇસ્માઇલ યારમામદ બ્લોચ (ઉ.વ.28), રહે. મકરાણી વાસ બ્રાહ્મણ ભોજન શાળા પાસે, મોરબી, ઇરફાન યારમામદ બ્લોચ (ઉ.વ.39) રહે. બન્ને મકરાણી વાસ, બ્રાહ્મણ ભોજન શાળા પાસે મોરબી, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી (ઉ.વ.36), રહે. કાલીક પ્લોટ હુશેની ચોકી મોમાઇ કેન્ડીની બાજુમાં, એજાજભાઇ આમદભાઇ ચાનીયા (ઉ.વ.26) રહે. સાયન્ટીફીક રોડ નર્મદા હોલનીબાજુમાં મોરબીવાળાના તા. 10/10/2021 સુધી છ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે.