Thursday, December 26, 2024
HomeGujaratમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આવ્યો મોટો વણાંક :પોતે નિર્દોષ હોય તેઓને...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આવ્યો મોટો વણાંક :પોતે નિર્દોષ હોય તેઓને છોડી દેવા તમામ દશ આરોપીએ કોર્ટમાં અરજી કરી

૩૦ ઓકટોબર,૨૦૨૨ના રોજ મોરબીનો ઝૂલતો બ્રિજ તૂટી પડતા ૧૩૫ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. જે કેસમાં આજે મોરબી કોર્ટમાં તમામ ૧૦ આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેની સાથે સાથે તમામ ૧૦ આરોપીઓએ તેમની સામે લગાવવામાં આવેલ ગુનો બનતો જ નથી, ડીસ્ચાર્જ કરવાની માંગ તેવી માંગ સાથે ૫ અલગ અલગ અરજી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી ઝૂલતો પુલ કેસમાં મોટો વણાંક આવ્યો છે. મોરબીમાં વર્ષ ૨૦૨૨માં ૧૩૫ નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબીની કોર્ટમાં આજે તમામ ૧૦ આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું છે. તેમજ તમામ ૧૦ આરોપીઓના વકીલ મારફત ૫ અલગ અલગ અરજી કરવામાં આવી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓ વિરુદ્ધ ગુનો બનતો જ નથી, ડીસ્ચાર્જ કરવાની માંગ તેવી માંગ સાથે અરજી કરી હતી. જે મામલે જીલ્લા સરકારી વકીલ વિજય સી જાનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજ રોજ કોર્ટના આદેશ મુજબ આ ગુન્હામાં તમામ આરોપીઓનું શું રોલ છે તે દર્શવાતું સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું હતું. જે સૂચિત તહોમતનામું કોર્ટ મંજુર કરે તે પહેલા આરોપીઓ દ્વારા પ અરજીઓ કરવામાં આવી હતી. જેમાં તેઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન ફાઈલ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેમની સામે નોંધાયેલ ગુન્હાઓ મુજબનો કોઈ ગુન્હો બનતો નથી જેથી તેમને છોડી મુકવા જોઈએ. તેવી તેમના દ્વારા અરજી કરવામાં આવી છે. આ અરજીનો અભ્યાસ બાદ આવતી મુદ્દતે તેના વાંધા અમારા દ્વારા ફાઈલ કરવામાં આવશે. તે સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સૂચિત તહોમતનામાની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!