Wednesday, March 26, 2025
HomeGujaratમોરબી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. આજના સમયમાં એક્સિડન્ટના કેસોમાં પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે. એક્સિડન્ટના દર્દીઓ તથા નાના-મોટા ઓપરેશન કરતી વખતે લોહીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. આવા સંજોગોમાં બ્લડ ડોનેશન થકી જ એકત્રિત થયેલું રક્ત કામ આવે છે. ત્યારે મોરબીના નવા ટીકર ગામે આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી DDO જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પને જીલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, જીલ્લા RCHO ડો સંજય સાહ,THO ડો ચિંતન દોશી,હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝારીયા, ટીકર ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ એરાવાડિયા, ગ્રામ્ય આગેવાન બાબુભાઈ, હિરેનભાઈની હાજરીમાં કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં ટીકર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. જેથી કુલ ૪૫ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું છે. આ કેમ્પને સફળ બનાવવા માટે મેડીકલ ઓફિસર ટીકર ડો.પરેશ પટેલ, આયુષ મે.ઓ.પિયુષ રાવલ, TMPHS લાલજીભાઈ, તેમજ પ્રા.આ.કેન્દ્ર ટીકરના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!