મોરબી હિંદુ યુવા વાહિની ગૌરક્ષકો અને ગૌરક્ષકોની ટીમ દ્વારા તેમજ જીવદયાપ્રેમી યુવાનોએ ટંકારાથી મોરબી બાજુ આવતા મોરબી બાયપાસ એક્સસ સિનેમા પાસેથી આઇસર ગાડીમાં કતલખાને લઈ જવાતી ૯ ભેંસોને બચાવી લેવાઈ હતી. તેમજ આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી ગૌરક્ષક ટીમ અને મોરબી હિંદુ યુવા વાહિની ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, ૯ જેટલી ભેંસોને ગાડીમાં ખીચોખીચ ભરીને જીવ કતલખાને લઈ જવામાં આવી રહી છે. જે હકીકતનાં આધારે ટંકારા બાજુથી મોરબી તરફ આવતા મોરબી બાયપાસ નેક્સેસની સિનેમા પાસે બપોરના ૦૩:૦૦ વાગ્યે GJ-03-AT- 2234 નંબરની આઇસર ગાડીને રોકી રોકી ચેક કરતા તેમાંથી ક્રૂરતાપૂર્વક ૮ ભેંસ અને ૧ પાડાને બાંધીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. જેથી આઇસર ચાલક રિઝવાનભાઈ કાસમભાઇ માંડલિયાને ગાડીમાં ભરેલ પશુ અંગે પૂછપરછ કરતા ટંકારા ખતા રહેતા સલીમભાઈ હાસમભાઈ અભરાણીએ ભેસો ભરી આપેલ હોય અને તે મહેસાણાના અંબાસણ ગામે લઇ જવાની હોવાનું જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મોરબી હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ તથા ગૌરક્ષક કમાન્ડો ફોર્સના પ્રમુખ તરીકે કાર્યરત ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ પાટડીયા દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને આરોપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.