સામખયારી ગૌરક્ષક જીવદયા ટીમ અને હિન્દુ યુવા વાહીની ગૌરક્ષક દ્વારા કતલખાને લઇ જવાતા 46 ગૌવંશને બચાવ્યા હતા. સામખીયારી પાસે એક ગાડીમાં રહેલ મૂંગા પ્રાણીઓનો જિવ બચાવી લેવાયા હતા. અને ગૌવંશને બચાવી સામખયારી પોલીસને જાણ કરતા તેઓએ ગાડી ચાલક ફરાર થઈ જતાં તેનાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 1:00 વાગે ગૌરક્ષકો માળીયા પાસે વોચમા હતા ત્યારે JG10 TV6434 નંબરની ગાડી અને JG12CP8091 નંબરની ફોરવીલ કાર કચ્છમાંથી સામખયારી બાજુ આવી રહી છે તેવી માહિતી જાણવા મળતા સામખીયારી ગૌરક્ષક સુરેશભાઈ રબારીને ફોન આવેલ કે તે ગાડી સામખીયારી આગળ ટ્રાફિકમાં ઉભી છે. તો તાત્કાલિક એ સ્થળ ઉપર જઈને ગાડી રોકવાની ટ્રાય કરતા તેમાંથી ગાડી ચાલક અને તેના સાથેના સાથીદાર ગાડી છોડીને ભાગી જતા સામખયારી ગૌરક્ષક જીવદયા ટીમ અને હિન્દુ યુવા વાહીની ગૌરક્ષક દ્વારા ગાડીની તપાસ કરતા 46 પાડા મળી આવેલ હોય જેની પોલીસ અધિકારીને અને ત્યાંના સ્થાનિક અગ્રણી જીવ દયા પ્રેમી ગૌરક્ષક બબુ મહારાજને જાણ કરતા તેઓ તાત્કાલિક ધોરણે ઘાતસ્થળે આવી જતા તમામે સાથે મળીને ગાડીને પોલીસ સ્ટેશને લઈ જાવૈ હતી. અને તમામ 46 જીવોને લાકડીયા પાંજરાપુરમાં મૂકવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે સામખયારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકના મોરબી જિલ્લા અધ્યક્ષ કેબી બોરીચા, હિન્દુ યુવાહીની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા, ગૌરક્ષક જયરાજસિંહ ઝાલા, ગૌરક્ષક હર્ષભાઈ, ગૌરક્ષક યશ વાઘેલા, હરેશ.ભાઈ. ચોહાણાં – ચોટીલા, ગૌરક્ષક હિરેનભાઈ વ્યાસ, ગૌરક્ષક – રઘુ ભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા – જીવદયા પરિવાર, ગૌરક્ષક – દીપકભાઈ વાંકાનેર, ગૌરક્ષક – દીપુભાઈ વાઘેલા જસદણ અને ગૌરક્ષક – વૈભવભાઈ પટેલ જોડાયા હતા.