સફાઈ કામદાર ભાઈઓ-બહેનોને ફૂલહાર તથા મિઠાઈથી સન્માનિત કરી શુભેચ્છા પાઠવાઈ.
વિશ્વ સમરસતા દિવસ નિમિત્તે મોરબી નગરપાલિકા અને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી દ્વારા વાલ્મીકિ સમાજના કર્મયોગી ભાઈઓ-બહેનોનું ફૂલહાર અને મિઠાઈથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા અને જશવંતીબેન શિરોહીયાએ શુભેચ્છા પાઠવી હતી.
મોરબીમાં વિશ્વ સમરસતા સદભાવના અને સામાજિક ન્યાય દિવસ નિમિત્તે મોરબી વાલ્મીકિ સમાજના સફાઈ કામદાર કર્મયોગી ભાઈઓ-બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા અને જશવંતીબેન શિરોહીયા દ્વારા સફાઈ કર્મચારીઓનું ફૂલહાર કરીને તથા પેંડા ખવડાવી સન્માન કરી વિશ્વ સમરસતા સદભાવના સામાજિક ન્યાય દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.