Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે સર્વ રોગ આયુર્વેદ, હોમિયોપેથી નિદાન, સારવાર કેમ્પ...

મોરબીમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે સર્વ રોગ આયુર્વેદ, હોમિયોપેથી નિદાન, સારવાર કેમ્પ યોજાયો

મોરબીના કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે આયુર્વેદ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યમાં લોકોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ગાંધીનગર આયુષ કચેરીના નિયામક અને મોરબી જીલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન મુજબ મોરબીના સરકારી આયુર્વેદ દવાખાના, જનરલ હોસ્પિટલ, મોરબીના મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર તથા હોમિયોપથી ડૉ. હેતલબેન હળપતિ દ્વારા મોરબીના કષ્ટભંજન હનુમાન મંદિર, ખાતે છઠ્ઠા ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણીનું આયોજન કરાયું હતું આ તકે સર્વ રોગ આયુર્વેદ તેમજ હોમિયોપથી નિદાન, સારવાર કેમ્પ યોજાયો હતો. વધુમાં સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આયુર્વેદના પ્રયોજનને સાર્થક કરતા યોગાસન સહિતનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી દવાખાનાના સ્ટાફ તેમજ ANARDE Foundation દ્વારા સહયોગ પ્રાપ્ત આપવામા આવ્યો હતો. જેમાં મોટી સંખ્યા લોકોએ લાભ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!