Monday, December 30, 2024
HomeGujaratમોરબીમાં એગ્રી પ્રી-વાઇબ્રન્ટ હેઠળ “નેશનલ ફાર્મિંગ” અંગેના નેશનલ કોન્કલેવ કાર્યક્રમ યોજાયો 

મોરબીમાં એગ્રી પ્રી-વાઇબ્રન્ટ હેઠળ “નેશનલ ફાર્મિંગ” અંગેના નેશનલ કોન્કલેવ કાર્યક્રમ યોજાયો 

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ હેઠળ “નેશનલ ફાર્મિંગ” અંગેના નેશનલ કોન્કલેવ અંતર્ગત મોરબી જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું કે, જિલ્લાના વહિવટી તંત્રએ મોટી સંખ્યામાં ખેડુતોને અત્રે એકત્ર કરીને પ્રાકૃતિક ખેતીની વાત વધાવીને ખેડૂતોને જાણકારી આપી સતત ત્રણ કલાક બેસીને ખેડૂતોએ રસ દાખવ્યો છે. આવનારા દિવસો માટે એક શુભ સંકેત છે. ગુજરાત સરકારે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે. આ દિશામાં મોરબી જિલ્લો આગળ વધશે તેવી અપેક્ષા અને આશા છે. ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આણંદ ખાતે ૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમ્યાન કૃષિ પ્રી – વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવી છે. જેના ઉપક્રમે આજે નેશનલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવનું નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ કોન્કલેવ અંતગર્ત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, વર્ચ્યુઅલી દેશના તમામ ખેડૂતોને સંબોધન કર્યું હતું. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમલ, રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પણ પ્રાકૃતિક ખેતી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહિ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઇ દેથરીયા, મોરબી નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન પરમાર, મોરબી નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયતની વિવિધ કમિટિના ચેરમેન સર્વેઓ હરિભાઇ ટમારીયા, હંસાબેન પારધી, અજયભાઇ લોરીયા, પ્રવિણભાઇ સોનાગ્રા, અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહેલ, અને ઈશીતાબેન મેર, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જિલ્લા ખેતિવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, નાયબ જિલ્લા ખેતિવાડી અધિકારી સીણોજીયા, મોરબી સીટી મામલતદાર રૂપાપરા, જીજ્ઞેશ કૈલા સહિતના અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!