આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં નવી તોલમાપ કચેરી શરૂ કરાશે: રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા
મોરબી ખાતે રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજિત ‘‘રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ’’ ઉજવણી કાર્યક્રમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયો હતો
આ ઉજવણી કાર્યક્રમ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે ગ્રાહકો છેતરપીંડીથી બચે અને ખરીદી અંગે જાગૃતતા દાખવે એ જરૂરી છે. તેમણે વધુમાં ચીજ વસ્તુઓ ખરીદતા સમયે હંમેશા બીલ લેવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું. મંત્રીએ નવનિર્મિત મોરબી જિલ્લામાં આગામી દિવસોમાં તોલમાપ કચેરી શરૂ કરાશે જેનો લાભ મોરબી જિલ્લાના નાગરિકોને મળતો થશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે રામજી ભાઈ માવાણી તેમજ રમાબેન માવાણીએ પ્રસંગોચિત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી ઉપસ્થિતોને ગ્રાહકોના હકો બાબતે વાકેફ કર્યા હતા. રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી લાલજીભાઇ મહેતા સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.