પત્નીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચડતા બેભાન હાલતમાં રાજકોટ સારવાર હેઠળ
મોરબીના ઘુંટુ ગામ નજીક હરિઓમ પાર્ક સોસાયટીમાં પિતાને ઘરે છેલ્લા દોઢ વર્ષથી રીસામણે આવેલ દીકરીએ તેના પતિ સામે છૂટાછેડા અન્વયે કોર્ટ કેસ કર્યો હતો જેથી જે બાબતનું પતિને સારું નહીં લાગતા સસરાના ઘરે આવી પત્ની સાથે બોલાચાલી કરી કહેલ કે મારી વિરુદ્ધ કોર્ટ કેસ કેમ કર્યો તેમ કહી ઉશ્કેરાઈ જઈ માતા-પિતા તથા ભાભીની નજર સામે પત્નીને પાછળથી પકડી ગળાના ભાગે કટર-બ્લેડ મારી દીધી હતી. જેથી તેમને બેભાન હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવતા હાલ ડોક્ટરો દ્વાએ ઓપરેશન સહિતની તબીબી કામગીરી ચાલુ હોય ત્યારે દર્દીની સ્થિતિ નાજુક હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હસમુખભાઇ નાનજીભાઇ ઉભડીયા ઉવ.૫૮ એ મોરબી તાલુકા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે હસમુખભાઈની દિકરી ગાયત્રીબેનને તેના પતિ જીગ્નેશભાઈ રાગે. મૂળ જુના દેવળીયા હાલ ઘુંટુ ગામ હરિઓમ પાર્ક સોસાયટી સાથે અણબનાવ થતા છેલ્લા આશરે દોઢેક વર્ષથી પિતાના ઘરે રીસામણે હોય ત્યારે ગાયત્રીબેનને તેના પતિ આરોપી જીગ્નેશભાઈ સાથે છુટાછેડા કરવા હોય જેથી આજથી આશરે એકાદ મહિના પહેલા મોરબી કોર્ટમાં જીગ્નેશભાઇ વિરૂધ્ધ કેસ કરેલ હોય જે બાબતે જીગ્નેશભાઈને સારૂ નહી લાગતાં ગત તા. ૧૩/૦૯ના રોજ બપોરના આશરે ત્રણ સાડા ત્રણેક વાગ્યે આરોપી જીજ્ઞેશભાઈ તેના સસરાના ઘરે આવી ગાયત્રીબેન સાથે બોલાચાલી કરી કહેવા લાગ્યો કે મારી વિરુદ્ધ ચૂંટાછેડાનો કેસ કેમ કર્યો તે બાબતે ઝઘડો કરી એકદમ ઉશ્કેરાઈ જઈ ગાયત્રીબેનને પાછળથી પકડી મારી નાખવાના ઇરાદાથી તેની પાસે રહેલ ચાઈના કટરની બ્લેડથી ગાયત્રીબેનના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડેલ હતી. ત્યારે ગાયત્રીબેનને બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ રીફર કરાયા હતા ત્યારે હાલ ગાયત્રીબેનની તબિયત નાજુક હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ ગાયત્રીબેનના પિતા દ્વારા આરોપી જીજ્ઞેશભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.