Sunday, January 12, 2025
HomeGujaratમોરબી:પત્ની સાથે વારંવાર થતા ઝઘડાનું મનોમન લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઈ મોત...

મોરબી:પત્ની સાથે વારંવાર થતા ઝઘડાનું મનોમન લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

મોરબી તાલુકાના ખોખરા હનુમાન રોડ ઉપર ઉમા કટીંગ ઝોન કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મહેન્દ્રી દાદોલી નિમચના રહેવાસી અનિલભાઈ ગોપાલભાઈ ઉ.૩૦ એ ગઈકાલ તા.૧૧ જાન્યુઆરીના રોજ ઉપરોક્ત ઉમા કટીંગ ઝોન કારખાનાની મજૂર ઓરડીમાં લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

ત્યારે ઉપરોક્ત આત્મહત્યાના બનાવમાં મૃતક અનિલભાઈના મોટાભાઈ શિવલાલભાઈ ગોપાલભાઈ પાસેથી પોલીસે પ્રાથમિક વિગતો મેળવી હતી જેમાં મૃતક અનિલભાઈને તેની પત્ની સાથે નાની-નાની બાબતે બોલાચાલી તથા ઝઘડા થતા હોય જે બાબતે મૃતકની મનોમન લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!