ઘુંટુ રોડ આઈકોન સીરામિકના લેબર ક્વાર્ટરમાં ખેલાયો ખૂની ખેલ
મોરબી શહેરના જુના ઘુંટુ રોડ ઉપર આઇકોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મધ્યપ્રદેશના દંપતી વચ્ચે અવારનવાર બોલાચાલી ઝઘડા થતા હતા, જેમાં પતિ દ્વારા પત્ની ઉપર ચારિત્ર્ય અંગે શંકા-કુશંકા રાખતો હોય જેના પરિણામ સ્વરૂપે ગઈકાલ પતિ-પત્ની વચ્ચે ફરી એકવાર વિવાદ સર્જાયો હતો, ત્યારે પતિએ પત્નીના માથામાં તથા ચહેરા ઉપર કોઈ હથિયાર વડે ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું. હાલ મૃતકના પિતરાઈ ભાઈની ફરિયાદને આદગારે બી ડિવિઝન પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબીના જૂના ઘુંટુ રોડ નજીક આવેલી આઈકોન સીરામિક ફેક્ટરીમાં પોલીસિંગ વિભાગમાં કામ કરતા કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ કુકરીયાભાઈ બારેલા મૂળ મધ્યપ્રદેશના ગુના જીલ્લાના સખતપુર ગામના વતનીએ ચારિત્ર્ય અંગેની શંકા રાખી તેમની પત્ની બિંદાબેનની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારે સમગ્ર હત્યાના બનાવ અંગે મૃતક બિંદાબેનના મામાના દીકરા પહેલવાનભાઈ ટનટયાભાઈ બારેલા રહે.હાલ ઊંચી માંડલ મેગાસીટી સીરામીકના લેબર ક્વાર્ટરમાં મૂળ રહે. મધ્યપ્રદેશના અશોકનગર જીલ્લાના સાડોરા ગામના રહેવાસીએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કાનાભાઈ ઉર્ફે પ્યારસિંગ બારેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર, ફરીયાદીના ફઈના દિકરી બિંદાબેનને તેના પતિએ ચારીત્ર બાબતે ખોટી શંકા કુંશકા કરી કોઇ હથીયારના માથામા તથા મોઢા પર ધા મારી મોત નિપજાવ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે હત્યાના બનાવ અંગે આરોપી મૃતકના પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.