Thursday, December 26, 2024
HomeGujaratમોરબી:પતિને અન્ય યુવતી સાથે લગ્ન કરવામાં આડખીલી પત્નીનું ગળું દબાવી કાસળ કાઢ્યું

મોરબી:પતિને અન્ય યુવતી સાથે લગ્ન કરવામાં આડખીલી પત્નીનું ગળું દબાવી કાસળ કાઢ્યું

હત્યાને કુદરતી મોતમાં ખપાવવા પત્નીની લાશ દોરડાથી બાંધી ઓરડીની પાછળ ખુલ્લામાં ઉતારી દીધી

- Advertisement -
- Advertisement -

મોરબીના જાંબુડીયા ગામે ઓલ્વીન સીરામીક ફેક્ટરીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરવામાં બાધારૂપ પોતાની પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાની મૃતકના પિતાની ફરિયાદને આધારે પોલીસે પતિ તથા તેની સાથે રહેતી યુવતી વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. વધુમાં પત્નીની હત્યા કરી દોરડાથી લાશ બાંધી ફેક્ટરીના પાછળના ભાગમાં ઉતારી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે હાલ તાલુકા પોલીસે સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ ચલાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈ તા. ૨૩/૧૨ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં અ.મોત અંગે નોંધાયેલ વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામ નજીક આવેલ ઓલ્વીન સીરામીકની મજૂર ઓરડીમાં રહેતા પાયલબેન ઉર્ફે રાની રાહુલભાઈ નાયક કુદરતી હાજતે ગયેલ ત્યાં અચનાક બેભાન થઈ જતા મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી હતી, જે મૃત્યુના બનાવમાં મૃતકને શરીરે તેમજ ગળાના ભાગમાં ઇજાના નિશાન હોય જેથી લાશને ફોરેન્સિક લેબ રાજકોટ ખાતે મોકલવામાં આવી હતી, જેમાં પરિણીતાનું ગળુ દબાવી મોત નિપજાવ્યાનુ સામે આવ્યું હતું.

ત્યારે ઉપરોક્ત બનાવની જાણ મૃતકના પિતા અર્જુનસિંહ મોડાજી માંગીલાલજી નાયક બન્જારા ઉવ.-૫૦ રહે.વોર્ડ નં.-૧૫ રાયપુર તા.પીડાવા જી.ઝાલાવાડ (રાજસ્થાન)વાળા તાત્કાલિક મોરબી ખાતે આવ્યા હતા ત્યારે તેઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી રાહુલ રોડુલાલ નાયક રહે.હંસપુરા તા.સુણાસરા જી.મન્દસોર(એમ.પી.) હાલ-રહે. ઓલ્વીન સીરામીક કારખાનામાં, જાંબુડીયા સીમ તા.જી.મોરબી, રેવાલી રાહુલ નાયક રહે હાલ ઉપરોક્ત રાહુલ નાયક સાથે મજૂર ઓરડીમાં એમ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરીયાદીની દિકરી મરણ જનાર પાયલ ઉર્ફે રાનીના પતિ રાહુલ રોડુલાલ નાયકને રેવાલી સાથે આડા સબંધ હોવાથી આરોપી રાહુલ આ રેવાલીને પોતાની બીજી પત્નિ તરીકે સાથે રાખતો હોય જ્યારે મૃતક પાયલને પત્નિ તરીકે સાથે રાખવી ન હોય જેથી બંને આરોપીઓએ સાથે મળી પાયલ ઉર્ફે રાનીનુ ગળુ દબાવી મોત નિપજાવી હત્યા નિપજાવી હતી. ત્યારે બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવા મૃતક પાયલ ઉર્ફે રાનીની લાશને દોરડાથી બાંધી તેની ઓરડીની પાછળ નિચેના ભાગે લાશ ઉતારી મુકી દઇ જાજરૂ કરવા ગઈ અને અચાનક બેભાન તબાઈ મૃત્યુ નીપજ્યું જેવી પતિ રાહુલએ પાયલના મોત બાબતે તેમના સસરાને ખોટી માહીતી આપી, પુરાવાનો નાશ કરી ગુન્હો કરવામા એક બીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી, હાલ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે હત્યા તથા પુરાવાનો નાશ કરવાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!