Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી આઇ. ટી.આઇ. દ્વારા કલ્સ્ટર બેઝડ લોક્લ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE)...

મોરબી આઇ. ટી.આઇ. દ્વારા કલ્સ્ટર બેઝડ લોક્લ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજનાનો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો

કલ્સ્ટર બેઝ્ડ લોક્લ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત સિરામિક ઉદ્યોગની માંગ આધારિત ટુંકાગાળાના કોર્ષમાં પ્રવેશ બાબત મોરબી આર. ટી.આઇ. દ્વારા પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મોરબીના હળવદ રોડ મહેન્દ્રનગર ચોકડી ખાતે પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ધોરણ 5 પાસ ઉપર કામના કલાકો આધારે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોને ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવશે તેમ મોરબી આર. ટી.આઇ. દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) મોરબી ખાતે કલ્સ્ટર બેઝ્ડ લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત ધોરણ-૦૫ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સિરામીક ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત શોર્ટ ટર્મ (ટુંકાગાળાના ) ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેમાં તાલીમ મેળવી ટુંકા સમયમાં રોજગારી/ સ્વરોજગારી મેળવવાની ઉત્તમ તક માટેના પ્રવેશ અંગેની રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. જેમાં આઈ.ટી.આઇ મોરબી ખાતે કલ્સ્ટર બેઝ્ડ લોક્લ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન (LIVE) યોજના અંતર્ગત લેબ ટેકનીશ્યન ઓફ સિરામિક બોડી પ્રીપેરેશન, ધોરણ 5 પાસ 240 પ્લસ 100 અધર કલાક સમય ગાળો, લેબ ટેકનીશ્યન ઓફ સિરામિક ગ્લેઝ પ્રિપરેશન ધોરણ 5 પાસ અને 240 પ્લસ 100 અધર કલાક અને ગ્લેઝિંગ ઓપરેટર સિરામીક ધોરણ 5 પાસ પર 250 કલાક અને 90 અધર કલાક મુજબ પ્રવેશ આપવામાં આવશે. જે તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવશે. જે આઇ.ટી.આઈ. મોરબી ખાતે રજીસ્ટર કરાવી તેમજ રૂબરૂ સંપર્ક કરી શકાશે. જેના માટે રજીસ્ટર માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે 97265 99910 મોબાઇલ નં. R.R. હલવડિયા નો સંપર્ક કરવા જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!