મોરબીના પંચાસર રોડ પર મયુર ડેરી સામેના ભાગે ગેરકાયદેસર રીતે સાદી માટીનું ખનન થતું હોવાનું ભુસ્તરશાસ્ત્રી વિભાગની ટીમને માહિતી મળી હતી.
આ માહિતીના આધારે વિભાગની ટીમે આ સ્થળે આકસ્મિક તપાસ (રેડ) કરીને ગેરકાયદેસર માટી ખોદકામનો પર્દાફાશ કર્યો હતો.
આ તપાસ દરમિયાન સાદી માટી ખોદકામ કરવા માટે હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન (મોડેલ R-210-7, સીરિયલ નંબર N601D04374)નો ઉપયોગ થતો જોવા મળ્યો. તપાસમાં જાણવા મળ્યું કે આ મશીનના માલિક ધવલભાઈ વલ્લભભાઈ કાનાણી (રે. પંચાસર, તા. મોરબી) દ્વારા આ ગેરકાયદેસર ખનન કાર્ય કરતા હોવાનું સામે આવ્યું હતું.
ઉપરાંત, ખોદકામની સાથોસાથ સાદી માટી ખનીજ ભરવા માટે આવેલ ત્રણ ડમ્પરો અનુક્રમે (1)જીજે-૩૬-વી-૧૮૧૬, (2)જીજે-૩૬-વી-૧૩૧૯, (3)જીજે-૩૬-એક્સ-૭૨૧૬ અધિકારીઓએ આ ત્રણેય ડમ્પરોને સ્થળ પરથી જ પકડી સીઝ કરી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ મૂકવામાં આવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.