Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : IMA દ્વારા ડોકટરો-આરોગ્ય કર્મીઓ ઉપર થતાં હુમલાઓનાં વિરોધમાં કાળી પટ્ટી...

મોરબી : IMA દ્વારા ડોકટરો-આરોગ્ય કર્મીઓ ઉપર થતાં હુમલાઓનાં વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.) દિલ્હી હેડ કવાટર્સના માર્ગદર્શન મુજબ રાષ્ટ્ર વ્યાપી વિરોધ પ્રદર્શન હેઠળ મોરબી આઈ.એમ.એ. દ્વારા ડોકટરો તથા આરોગ્ય કર્મીઓ ઉપર થતા હુમલાના બનાવો મામલે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બચાવનારને બચાવો કાર્યક્રમ હેઠળ ૧૫૦ થી ૨૦૦ જેટલા ડોકટરોએ શાંતિપૂર્વક વિરોધ દર્શાવવા કાળી રીબીન ધારણ કરી આજે સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓની સારવાર કરી હતી. આઈ.એમ.એ. હોલ ખાતે ડોકટરો પર હુમલાના વિરોધમાં પ્લેકાર્ડ, પોસ્ટર-બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી IMAનાં પ્રમુખ ડૉ. વિજય ગઢીયા, ડૉ. અશ્વિન બુદ્ધદેવ, ડૉ. હસમુખ સવસાણી, ડૉ. દેવિના અખાણી, ડૉ. ભાવિન ગામી, ડૉ. અલ્પેશ ફેફર, ડૉ. જયદિપ કાચરોલા, ડૉ. ચિરાગ અઘારા ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત IMA દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ ઉપર થતા હુમલા અટકાવવા માટે સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!