મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ દ્વારા જંત્રીના ભાવ વધારા પર રોક લગાવવા માંગ
મોરબી:ગુજરાતમાં મકાનોના ભાવ નક્કી કરતી જંત્રીના તાજેતરના ભાવવધારાથી ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે મકાન ખરીદવું સપનું બન્યું છે. જંત્રીમાં થયેલ ભાવ વધારાને કારણે મકાનના ભાવ પચીસ લાખથી લઈને પંચોતેર લાખ સુધી પહોંચી શકે છે. જેથી હાલ જંત્રીના ભાવ વધારા ઉપર હાલ રોક લગાવવાની માંગ સાથે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગ માટે મકાનનું સપનું સાકાર કરવાનું મુખ્ય કારણ પ્રધાનમંત્રી આવાસ યોજના રહી છે, જેમાં ઓછા હપ્તા પર ઘરો ઉપલબ્ધ છે. પરંતુ તાજેતરમાં જંત્રીના ભાવોમાં થયેલા વધારો ગરીબ અને માધ્યમ વર્ગને મોટું નુકસાનકર્તા હોવાનું સાબિત થઈ શકે છે. જે બાબતે લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મઘ્યમવર્ગને ઘરનુ ઘર મળે તે માટે આવાસ યોજના શરૂ કરેલ છે. મઘ્યમ અને ગરીબ માણસની આવક માસીક રૂપિયા ત્રીસ હજાર હોય છે તેમ છતાં લોન લઇ પાંચ થી પચીસ લાખનુ મકાન સરળ બેંકના હપ્તાથી ખરીદી ઘરનો આશરો થાય તેમ માની આનંદથી જીવે છે પરંતુ આપ તરફથી જંત્રીના ભાવ ઘણા બધા વધારતાં હવે ગરીબ અને મધ્યમવર્ગના માણસોના ઘરનુ ઘર લેવાના સ્વપ્ન હતાં તે સ્વપ્ન જ રહી જશે, પાંચ-દશ લાખમાં આવતુ મકાન જંત્રી પ્રમાણે પચીસ લાખ લગભગ થશે અને પચીસ લાખનુ મકાન પંચોતેર લાખ તેવી શક્યતાં સેવાઈ રહી છે. જંત્રીને કારણે વધારેમાં વધારે ગરીબ અને મઘ્યમ વર્ગને નુકશાન થશે સામાજીક શૈક્ષણિક સંસ્થા જે મઘ્યમ, ગરીબને આશરો મળે તેવી આશા રાખો છો તો આપ એ પણ સરકારમાં જંત્રીના ભાવ હાલે જે નિર્ણય લીધો છે તે યોગ્ય નથી. આ સાથે તેવી પણ સરકારને વિનંતી છે કે ખરેખર જમીનની સ્થીતીનું સરકારે સર્વે કરવુ જોઇએ આવા તોતીંગ ભાવ વધારો મઘ્યમ અને ગરીબને નુકશાનકારક છે આપએ વાંધા મંગાવેલ છે તો સર્વે કરી આની તપાસ કરો. નરેન્દ્રભાઈ મોદીની યોજના છે આશરો મળે પણ જો આવાને આવા જંત્રીના ભાવ રહેશે તો આમ જનતાને નુકશાન થશે માટે અમારી મધ્યમ અને ગરીબ ગ્રાહકો તરફથી વિનંતી સાથે માંગ છે કે જંત્રીના ભાવ સ્થગીત કરો અને જમીનની તપાસ કરો જે મુજબની રજુઆત કરવામાં આવી હતી.