મારામારીનાં આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૨૪નાં રોજ મોરબીના રફાળીયા ગામ નજીક આવેલ મોમાઈ નળિયાના કારખાનામાં રહેતા મુકેશભાઈ ઉર્ફે મુન્નો જગદીશભાઈ કુરિયા (ઉં.વ.૩૮)એ ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેના પત્ની અંદરો અંદર બોલાચાલી કરતા હોય તે દરમ્યાન આરોપી પ્રેમલભાઈ કરશનભાઈ મકવાણા, કરશનભાઈ છગનભાઈ મકવાણા, ગૌરીબેન કરશનભાઈ મકવાણા અને રમીલાબેન પ્રેમલભાઈ મકવાણાએ આવીને ફરિયાદી મુકેશભાઈ તથા તેના પત્નીને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકા પાટુંનો માર મારી લાકડાના ધોકા વડે માથામાં માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો સામાપક્ષે પ્રેમલભાઈ કરશનભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુકેશભાઈ જગાભાઇ કોળી બોલાચાલી કરી ગાળો બોલતા હોય જેથી ફરિયાદી પ્રેમલભાઈએ તેમને ગાળો બોલવાની નાં પાડતા સમજાવવા જતા આરોપી મુકેશભાઈએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી પ્રેમલભાઈને ગાળો આપી જાતી પ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકા વડે માર મારી તથા પ્રેમલભાઈના પત્ની રમીલાબેનને ધોકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.