Friday, January 10, 2025
HomeGujaratમોરબી:ભગવતીપાર્ક સોસાયટીમાં બે પાડોશી પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી,સામસામી ફરિયાદ નોંધાઈ 

મોરબી:ભગવતીપાર્ક સોસાયટીમાં બે પાડોશી પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી,સામસામી ફરિયાદ નોંધાઈ 

મોરબીના નાની વાવડી ગામે ભગવતી પાર્ક સોસાયટીમાં કાર રીવર્સમાં લેતા સમયે બાજુની સોસાયટીમાં રહેતા પાડોશીની પાર્ક કરેલ બે બાઇક સાથે અથડાતા જે બાબતે કાર ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા બંને પાડોશી પરિવાર બાખડ્યા હતા. અને બંને પરિવારના સભ્યો અને મિત્રો વચ્ચે લાકડાના ધોકા, બેટ તથા છુટ્ટા પથ્થરની મારામારી થતા બંને પાડોશી પરિવારના કુલ ૧૦ સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચતા બંને પક્ષ તરફે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મારામારીની ઘટનામાં નાની વાવડી ગામે આવેલ ભગવતી પાર્ક સોસાયટીમાં રહેતા ધનસુખભાઇ હિંમતભાઇ સરવાલીયા ઉવ.૩૯ એ આરોપી રવી જીતેન્દ્રભાઇ સોની રહે.ભગવતીપાર્ક નાનીવાવડી, જીતેન્દ્રભાઇ સોની રહે.ભગવતીપાર્ક નાનીવાવડી મોરબી, કપીલ જીતેન્દ્રભાઇ સોની રહે.ભગવતીપાર્ક નાનીવાવડી, વિકી ઉર્ફે કાનો રમેશભાઇ સિંધવ રહે. સમજુબા સ્કુલ પાછળ તથા અન્ય એક અજાણ્યો માણસ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી કે ફરિયાદી ધનસુખભાઇના ભાઇ પ્રેમભાઈ સાથે આરોપી રવિભાઈ અને જીતેન્દ્રભાઈ એ બોલાચાલી કરેલ હોય જે બાબતે ધનસુખભાઈ આરોપીઓને કહેવા જતા જીતેન્દ્રભાઈ સોનીએ ધનસુખભાઈને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપી રવિભાઈએ માથાના કપાળના ભાગે લાકડાના બેટનો એક ઘા મારી ડાબી આંખ ઉપર તથા નાક ઉપર ફ્રેકચર કરી ઇજા કરેલ બાદ ધનસુખભાઈના પરિવારના સભ્યો વૈશાલીબેન પ્રેમભાઇ તથા વિનોદભાઇ સાબરીયા, વિશાલ વિનોદભાઇ સાબરીયા વાળા શેરીમા ઉભેલ હોય ત્યારે આરોપીઓ ત્યાં આવી પરિવારના સભ્યો સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા પહોચાડયાની ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામાપક્ષના રવીભાઇ જીતેન્દ્રભાઇ પાલાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી પ્રેમભાઇ હિમંતભાઇ મિસ્ત્રી, ધનસુખભાઇ હિંમતભાઇ મિસ્ત્રી, વિનોદભાઇ કોળી, વિશાલ કોળી રહે બધા. નાની વાવડી મોરબી તથા જય પટેલ રહે.રવાપર મોરબી વિરુદ્ધ સામી ફરિયાદ નોંધાવી કે ફરિયાદી રવિભાઈ તથા વિકી ઉર્ફે કાનો બંને ઘર નજીક બેઠા હતા તે વખતે આરોપી પ્રેમભાઇ પોતાની કાર સ્પીડમા રીવર્સમા લેતા શેરીમા પડેલ બે બાઈક સાથે અથડાતા રવિભાઈએ પ્રેમભાઈને કાર ધીમે ચલાવવા કહી ઠપકો આપતા જે આરોપીને સારૂ નહીં લાગતા રવિભાઈ સાથે બોલાચાલી કરી જતો રહેલ હતો. થોડા સમય બાદ રવિભાઈ સોસાયટી પાસે આવેલ ખોડીયાર ડેરીથી દૂધ લઈ પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપીઓ પ્રેમભાઈ, ધનસુખભાઈ, વિનોદભાઈ અને વિશાલભાઈ એકસંપ કરી લાકડાનાધોકા તેમજ હથીયાર લઈ આવી રવિભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપતા હોય જે બાદ એકદમ ઉશ્કેરાઈ આરોપી પ્રેમભાઇ તથા ધનસુખભાઈએ ફરિયાદી રવિભાઈને લાકડાનાધોકા વતી માર મારી તથા આરોપી વિનોદભાઇએ પગમા લાકડાનો ધોકો મારી ફ્રેકચર જેવી ઇજા કરી હતી ત્યારે રવિભાઈએ દેકારો કરતા જીતેન્દ્રભાઇ તથા વીકી ઉર્ફે કાનો તથા કપીલ જીતેન્દ્રભાઇ આવી જતા બંને પક્ષે સામસામી મારામારી થતા તથા આરોપીઓ દ્વારા જીતેન્દ્રભાઇને ધોકા વતી માર મારી ડાબા પગે ફ્રેકચર તથા શરીરે મુંઢ ઇજા કરી તથા આરોપી વિશાલભાઈએ છુટો ઇંટનો ઘા કરી વીકી ઉર્ફે કાનાને કપાળના ઉપરના ભાગે ઇજા કરી હતી. ત્યારે અન્ય પાડોશી મિતુલભાઇ રવિભાઈ તથા વીકી ઉર્ફે કાનાને બાઈકમા બેસાડી દવાખાને લઈ જતા હતા ત્યારે રસ્તામા આરોપી જય પટેલ પોતાના બાઇકમાં આવી રવિભાઈ તથા વીકીભાઈને ગાળો આપી જતા રહ્યા હતા.

ત્યારે ઉપરોક્ત બંને પક્ષો દ્વારા મોરબી એ ડિવિઝનમાં સામસામી ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને પક્ષોના કુલ ૧૦ આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૨૫, ૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!