શ્રાવણ માસના બીજા રવિવાર અને સોમવારે જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૌરાણીક લોકમેળો યોજવામાં આવતો હોવાથી લજાઈ ચોકડી ખાતે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રવેશ આપવા માટે બંધી લગાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તા. ૧૧ ના રોજ બપોરના ૧૨:૦૦ વાગ્યાથી તા. ૧૨ ને રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, શ્રાવણ માસના બીજા રવિવાર-સોમવારના રોજ તા. ૧૧/૦૮ અને ૧૨/૦૮/૨૦૨૪ ના રોજ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે પૌરાણીક મેળો યોજવામાં આવતો હોવાથી જે મેળામાં લજાઇ ચોકડીથી વાંકાનેર જવા માટેનો સ્ટેટ રોડ પણ નીકળતો હોય, જે રોડ પર જી.આઇ.ડી.સીનો વિસ્તાર આવેલ હોવાથી ભારે વાહનોની અવર-જવર વધુ પ્રમાણ રહેતી હોવાના કારણે મેળામાં ટ્રાફિક સમસ્યા ઉદ્દભવતી હોય છે જેને દુર કરવા માટે ભારે વાહનના પ્રવેશ ન આપવા બાબતે પોલીસ અધિક્ષકના પત્રને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રવેશ બંધી કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જડેશ્વર મેળાને લઈને તા.૧૧/૦૮/૨૦૨૪ના રોજ બપોરના ૧૨:૦૦ વાગ્યાથી ૧૨/૦૮/૨૦૨૪ના રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી ભારે વાહનો પ્રવેશવા અને બહાર જવા માટેના રસ્તાઓ ઉપર ભારે વાહન પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં લજાઇ ચોકડી થી હડમતીયા ગામ, નાના-મોટા જડેશ્વર, વડસર તળાવ, રાતીદેવળી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી, મોરબી રવાપર ગામ થી ઘુનડા(સ), સજ્જનપર, નાના-મોટા જડેશ્વર, રાતીદેવડી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી, ટંકારા ખીજડીયા ચોકડીથી અમરાપર, ટોળ, કોઠારીયા, મોટા જડેશ્વર, રાતીદેવડી ગામ, વાંકાનેર શહેરની અંદર પ્રવેશી શકાશે નહી તેમજ લજાઈ ચોકડી તરફથી જતાં ભારે વાહનો મિતાણા ચોકડીથી વાલાસણ ગામ, પીપળીયા રાજ, અમરસર અને વાંકાનેર તરફ જઈ શકાશે તે પ્રમાણે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. તેમજ જો કોઈ જાહેરનામાંનો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે.