મોરબીમાં યોજાતી એક માત્ર નવરાત્રી જે શહિદ પરિવારો માટે નવરાત્રીનો તમામ ફાળો ઉપયોગ માં લેતા હોઈ છે. તેવી પાટીદાર નવરાત્રિમાં ગત બીજા નોરતે શહિદ પરિવારો ને ૧-૧ લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

મોરબી ના રવાપર ઘુનડા રોડ પર મોરબીના ભામાશા અજયભાઈ લોરિયા અને તેમની ટીમ દ્વારા પાટીદાર નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હોઈ છે. જે નવરાત્રિમાં બીજા નોરતે દેશની રક્ષા માટે શહીદ થયેલ શહિદ જવાન રમેશભાઈ વડગામા – બનાસકાંઠા અને શહિદ જવાન જસવંતસિંહ – મહેમદપુર(જમ્મુ) ના પરિવાર ને RSS ના ડૉ. જયંતિભાઇ ભાડેસીયાની હાજરીમાં ૧-૧ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.









