Saturday, August 23, 2025
HomeGujaratમોરબી: ભારતીય વાયુસેના દ્વારા યુવાનો માટે ૨૭ ઓગસ્ટથી વડોદરા ખાતે ઓપન અગ્નિવીર...

મોરબી: ભારતીય વાયુસેના દ્વારા યુવાનો માટે ૨૭ ઓગસ્ટથી વડોદરા ખાતે ઓપન અગ્નિવીર ભરતીમેળો

મોરબી: ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/૦૮ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે ઉમેદવારો અપરણિત હોવા જોઈએ, ઉમેદવારની જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ૩૧ જુલાઈ ૨૦૦૮ ની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે ૫૦ ટકા ગુણા સાથે ધોરણા ૧૨ અથવા તેને સમકક્ષ પરીક્ષા અંગેજી વિષયના ૫૦ ટકા ગુણ સાથે કુલ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવી જોઈએ. વૈકલ્પિક રીતે બે વર્ષનો વ્યવસાયિક અભ્યાસક્ર્મ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમાં કોર્સ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવો જોઈએ.

- Advertisement -
- Advertisement -

ભરતી પ્રક્રિયામાં દસ્તાવેજોની ચકાસણી બાદ શારીરિક કસોટી લેવાશે, જેમાં ૧૬૦૦ મીટરની દોડ, પુશઅપ્સ, સીટઅપ્સ, સ્ક્વાટ્સનો સમાવેશ થશે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો માટે લેખિત પરીક્ષા અને ત્યાર બાદ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ૧અને ૨ જેવી પરિક્ષાઓ લેવામાં આવશે. યોજાનાર ભરતીમેળામાં ઉમેદવારો એ તેમના મુળ/અસલ દસ્તાવેજો તેમજ તેની બે નકલ સાથે હાજર રહેવાનું રહેશે તેવું મોરબી જીલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!