ગાંધીનગરમાં યોજાયેલા ૨૦મા એડિશનમાં ૮ દેશોની ભાગીદારી, ૩૦૦થી વધુ બ્રાન્ડ્સ અને “ઇનોવેશન એક્સચેન્જ ફોરમ” મુખ્ય આકર્ષણ
ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સીરામીકસ એશિયા ૨૦૨૬ના 20મા સંસ્કરણનું ઉદ્ઘાટન થયું હતું. ત્રણ દિવસીય આ આંતરરાષ્ટ્રીય B2B ટ્રેડ ફેરમાં સીરામિક ઉદ્યોગ માટે કાર્યક્ષમતા વધારતી, ઊર્જા ખર્ચ ઘટાડતી અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપતી નવી ટેકનોલોજીઓ રજૂ કરવામાં આવી છે. આ વર્ષે ઉદ્યોગનો ફોકસ ઝડપી વિસ્તરણ કરતા વધુ સ્થિરતા, ROI આધારિત અપગ્રેડ અને ટકાઉ વિકાસ તરફ જતો દેખાઈ રહ્યો છે.
ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સીરામીકસ એશિયા ૨૦૨૬ના ૨૦મા એડિશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેસે મૂંચેન ઈન્ડિયા અને યુનિફેર એક્ઝિબિશન્સ સર્વિસ કો. લિ. દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય B2B ટ્રેડ ફેરમાં સીરામિક ઉદ્યોગની બદલાતી દિશા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. આ વર્ષે ઉદ્યોગનો મુખ્ય ફોકસ ઝડપી વિસ્તરણ કરતા વધુ ઉત્પાદન કાર્યક્ષમતા, ઊર્જા ખર્ચ નિયંત્રણ અને સ્માર્ટ ટેકનોલોજીના અમલીકરણ પર કેન્દ્રિત રહ્યો છે. પ્રદર્શનમાં ૩૦૦થી વધુ અગ્રણી બ્રાન્ડ્સે ભાગ લીધો છે, જેમાં સીરામિક રો મટીરીઅલ્સ, આધુનિક મશીનરી, પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ અને નવીન ટેકનોલોજીઓ રજૂ કરવામાં આવી છે. બેલ્જિયમ, બલ્ગેરિયા, ચીન, જર્મની, ઇટાલી, જાપાન, પોર્ટુગલ અને સ્લોવેનિયા સહિત આઠ દેશોના પ્રદર્શકોની હાજરી નોંધપાત્ર રહી છે, જે ભારતીય સીરામિક બજાર પ્રત્યે વૈશ્વિક રસ દર્શાવે છે.
પ્રદર્શનની ખાસ વિશેષતા તરીકે “ઇનોવેશન એક્સચેન્જ ફોરમ” અને “લાઈવ ડેમોસ્ટ્રેશન એરિયા” રાખવામાં આવ્યા છે, જ્યાં ઊર્જા વ્યવસ્થાપન, ડિજિટલાઇઝેશન, રો મટીરીઅલ્સ ઑપ્ટિમાઇઝેશન તથા મશીનરીની વાસ્તવિક કામગીરી દર્શાવવામાં આવી રહી છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, હાલ ભારતીય સીરામિક ઉદ્યોગ કાર્યક્ષમતા, ટકાઉપણું અને ROI આધારિત સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધી રહ્યો છે, જે ભવિષ્યમાં વૈશ્વિક સ્પર્ધામાં મહત્વપૂર્ણ સાબિત થશે.









