મોરબીની સબ સબજેલમાં કેદીઓને કોરોનાં અંગે જાગૃતી લાવવા ૧૬ પ્રકારના બેનરો વડે ૧૩૦ જેટલી માહિતી આપી કોરોના મહામારીથી રક્ષણ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની સબ જેલ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા કોરોના મહામારીથી કેદીઓ સુરક્ષિત રહી શકે તેવા હેતુથી કેદીઓને બેનરો વડે જાગૃતતા લાવવા પ્રયાસ હાથ ધર્યો હતો જેમાં વિવિધ ૧૬ પ્રકારના બેનરો વડે માહિતી આપવામાં આવી હતી જે કાર્યક્રમમાં સબ જેલના જેલર એલ.વી.પરમાર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો લોક વિજ્ઞાન કેન્દ્રના એલ. એમ. ભટ્ટ અને દીપેન ભટ્ટે કેદીઓને માહિતી આપી કોરોના મહામારીથી રક્ષણ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.