Monday, December 23, 2024
HomeGujaratમોરબી:મેમો ભરવાનો બાકી છે? તો હવે ચેતી જજો થઈ શકે ફોજદારી કાર્યવાહી

મોરબી:મેમો ભરવાનો બાકી છે? તો હવે ચેતી જજો થઈ શકે ફોજદારી કાર્યવાહી

“આપની સુરક્ષા એ જ અમારુ ધ્યેય” સુત્ર સાથે કામગિરી કરતા મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા મોરબી શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઇ તેમજ નાગરીકો ટ્રાફીક નિયમોનું પાલન કરે તે હેતુથી મોરબી શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફીક નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે. મોરબી જિલ્લા ખાતે ટ્રાફીક નિયમ ભંગ બદલ ઇસ્યૂ કરાયેલ ઇ-ચલણો પૈકી જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઇ કરેલ નથી તેવા વાહનચાલકો વિરૂધ્ધ જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી દ્વારા કોર્ટ નોટીસો કાઢી મોકલી આપવામાં આવેલ છે. ઇ-ચલણોનાં આવા કુલ-૧૯૩૦ કેસ આગામી તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ યોજાનાર લોકઅદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે જિલ્લા કાનુની સેવા સતામંડળ, મોરબી દ્વારા નોટીસોની બજવણી કરવામા આવેલ છે. આ લોકઅદાલત બાદ પણ જો કોઇ મેમો ભરશે નહી તો તેઓ વિરૂધ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે જેથી આપનું ઇ-ચલણ ભરવાનું બાકી હોય તો તારીખ ૧૩-૦૫-૨૦૨૩ પહેલા નીચેના સરનામાં પર સત્વરે ભરપાઇ કરવા આથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!