મોરબી શહેરમાં માળીયા ફાટક નજીક મહેન્દ્રનગર જવાના રસ્તે રોડ ઉપરથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક ઇસમને બી ડિવિઝન પોલીસ ટીમે રોકી, તેની અંગ ઝડતી તલાસી લેતા ઇસમના પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ વાઈટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવર લખેલી એક બોટલ કિ.રૂ.૩૫૬/-મળી આવી હતી, જેથી પોલીસે તુરંત આરોપી મહેબૂબભાઈ યુસુફભાઈ મકરાણી ઉવ.૪૦ રહે.મોરબી વીસીપરા મેઈન રોડ ચાર ગોદામ પાછળ વાળાની અટકાયત કરી, તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.