Friday, December 27, 2024
HomeGujaratMorbiમોરબી જલારામ મંદિર દ્વારા જલારામ બાપાની 221મી જન્મજયંતિ નિમિત્તે પંચવિધ કાર્યક્રમોનું આયોજન...

મોરબી જલારામ મંદિર દ્વારા જલારામ બાપાની 221મી જન્મજયંતિ નિમિત્તે પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગનુ અનેરૂ આયોજન : પ્રભાતધૂન, જલારામ બાપાનુ પૂજન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીતના કાર્યક્રમો : કોરોનાની મહામારીના પગલે ભક્તજનોને પ્રસાદ પેકીંગમા વિતરણ કરવામા આવશે

- Advertisement -
- Advertisement -

સંત સિરોમણી જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતિ આવી રહી છે. ત્યારે દેશ-વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા. ૨૧-૧૧-૨૦૨૦ શનીવાર કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાની ૨૨૧મી જન્મજયંતિ નિમિતે પંચવિધ કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૯ કલાકે જલારામ બાપાનુ પૂજન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતીનુ આયોજન કરવામા આવ્યુ છે. કોરોનાની મહામારીના પગલે પ્રવર્તમાન વર્ષે મહાપ્રસાદને બદલે ભક્તજનોને પ્રસાદ વિતરણ પેકીંગમા કરવામા આવશે જેમાં મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદોનો પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ દ્રારા કેક કટીંગ કરવામા આવ્યુ હતુ. પ્રવર્તમાન વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!