મોરબી જળહોનારત વખતે મહેતા સાહેબે રાહતકાર્યની મુખ્યભૂમિકા ભજવી હતી : રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક નું સન્માન પ્રાપ્ત કરેલા એવા મનસુખભાઇ મહેતા નું આજે કોરોનાથી નિધન થયું હતું જેના લીધે તેની આજુબાજુના વર્તુળથી લઈને બહોળી લોકચાહના ધરાવતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે
મોરબીમાં વર્ષ ૧૯૭૯ માં આવેલા જળહોનારત વખતે પણ વિરાણી હાઈસ્કૂલના શિક્ષકો અને સો વિદ્યાર્થીઓની ટુકડી દ્વારા બે માસ સુધી રાહતસેવા નું કાર્ય કરી ખડે પગે રહ્યા હતા વર્ષ.૧૯૮૬-૧૯૮૭-૧૯૮૮ માં કારમાં અતિવૃષ્ટિ દુષ્કાળ વખતે પણ રામકૃષ્ણ આશ્રમ સાથે રહીને દુષ્કાળ રાહત સેવાની કામગીરી બજાવી હતી.
મૂળ જૂનાગઢ જીલ્લાના આંબલા ગામના મૂળવતની એવા મનસુખભાઈ હરજીવન મહેતા (ઉ. વર્ષ ૮૧) નું આજે તા.૪-૯-૨૦ નાં રોજ અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની ટૂંકી બીમારીના કારણે દુ:ખદ અવસાન થયું છે તેઓ વર્ષ. ૧૯૬૦ માં વિરાણી હાઈસ્કૂલમાં જોડાયા હતા અને શિક્ષક અને આચાર્ય તરીકેની તેમની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લઈ વર્ષ ૧૯૯૦ માં રાજ્ય સરકાર તથા ૧૯૯૪ માં કેન્દ્ર સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા મહેતા સાહેબ આજીવન રામકૃષ્ણ મિશનની સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યાં હતા વિવેકાનંદ સાહિત્ય પ્રકાશન, રામકૃષ્ણ જ્યોત માસિક પત્રિકા, તેમજ અનેક પુસ્તકોનાં સંપાદન કાર્યમાં તેમણે સેવા આપી હતી. વર્ષ ૧૯૭૯ માં મોરબી ના જળહોનારત વખતે પણ વિરાણી હાઈસ્કૂલના શિક્ષકો અને સો વિદ્યાર્થીઓની ટુકડી દ્વારા બે માસ સુધી રાહતસેવા નું કાર્ય સતત ત્રણ વર્ષ કર્યું હતું
અનેક સામાજિક પ્રકલ્પોમાં પણ તેઓ વિવિધ હોદ્દા ઉપર રહી આર્થિક સહાય પૂરી પાડતા હતા હાલ કોરોનાની મહામારીમાં સરકાર તરફથી આર્થિક સહયોગ ની અપીલ થતાં જ તેમણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેમાં આર્થિક યોગદાન આપ્યું હતું તેમજ જ્ઞાતિનાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ આર્થિક સહાય પૂરી પાડી છે રામકૃષ્ણ આશ્રમમાં તેઓ છેલ્લા પચાસ વર્ષથી અવિરત નિસ્વાર્થ સેવા આપી રહ્યા હતા આચાર્ય તરીકેની કારકિર્દી દરમિયાન અને નિવૃત્તિ બાદ પણ રામકૃષ્ણ જ્યોત થી માંડીને પ્રકાશન વિભાગની મોટાભાગની જવાબદારી વર્ષોથી સંભાળી રહેલા મનસુખભાઈ છેલ્લા અઠવાડિયા સુધી સતત પ્રવૃત્તિમય હતા તેમને કોરોનાથી સંક્રમણ થતા આ બીમારીમાંથી ઉગારવા રામકૃષ્ણ આશ્રમ રાજકોટનાં અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ-રાજકોટ દ્વારા પ્રાર્થના માટે અપીલ કરાઇ હતી તેઓ ભારતભરમાં અને વિદેશમાં પણ તેમના વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં અપાર ચાહના ધરાવતા હતા આ સમગ્ર વિરાણી હાઇસ્કુલ પરિવાર તેમની તબિયત અંગે સતત ચિંતાતુર હતો – પ્રાર્થના કરતો હતો રાજકોટના અનેક નામાંકિત ડોક્ટરો કે ડો. કમલ પરીખ, ડો. રાજેશ તેલી, ડો. અવિનાશ મારુ, ડો. નિશિથ વ્યાસ, ડો. અનિલ ત્રાંબડીયા વગેરેએ મનસુખભાઈ ને પિતાતુલ્ય આદર આપી જીવનભર તેમનાં સ્વાસ્થ્ય માટે સતત કાળજી રાખી હતી આ સાથે તેઓએ પોતાનું જીવન એક જ્યોતિની જેમ ખીલવ્યું હતું અને હાલ પણ તેઓ યુવાનો જેટલી જ કાર્યશીલતા ધરાવતા હતા અને સતત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી સાથે જ 18 કલાક મહેનત કરવી ફરજિયાત છે તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે જેનું આજે દુઃખદ અવસાન થતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે શોક વ્યાપી ગયો છે.