Thursday, December 26, 2024
HomeGujaratMorbiમોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું તાકીદે રીપેરીંગ કરાશે : મેરજા

મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું તાકીદે રીપેરીંગ કરાશે : મેરજા

મોરબી-માળીયા. મી.માં ભરાયેલા વરસાદી પાણી અને પરિસ્થિતિ થાળે પાડવા પૂર્વ ધારાસભ્ય મેરજા અને જિલ્લા ભાજપ પ્રમુખ ગડારા સતત કાર્યશીલ રહ્યા

- Advertisement -
- Advertisement -

મોરબી : પાછલા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ અનરાધાર વરસાદને લઈને તેમજ મોટાભાગના ડેમો ઓવરફ્લો થવાથી છોડાયેલા પાણીને કારણે પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. માર્ગો, સોસાયટીઓ અને ખેતરોમાં પાણી ભરાઈ જતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો. તંત્રની હાલત “આભ ફાટે ત્યાં થિંગડું” ક્યાં દેવા જવું જેવી થઈ ગઈ હતી. જળ જમાવની સ્થિતિમાં તંત્રની લાચારી ઉડીને આંખે વળગે એવી હતી ; ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી ગડારા સતત તંત્ર સાથે લાઈઝનિંગમાં રહી પરિસ્થિતિ થાળે પાડવા પ્રયત્નશીલ રહ્યા હતા. જ્યારે આ બાબતે બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું વરસાદના વિરામ બાદ તરત જ તાકીદે રીપેરીંગ કરવામાં આવશે.

પાછલા દિવસો દરમ્યાન થયેલી અતિવૃષ્ટિ અને તેને કારણે મોટાભાગના ડેમોમાંથી છોડાયેલા પાણીને લઈને નદી કાંઠાના વિસ્તારો સહિત મોરબી, માળીયા. મી. જેવા શહેરોની હાલત દયાજનક બની હતી. ત્યારે મોરબી, માળીયા.મી.ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારાએ માળીયા.મી. તથા મોરબી તાલુકા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં ભરાયેલા પાણી કઢાવવા માટે સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં રહી રહયા હતા. અને ફરિયાદ મુજબ લોકોના ઘર, સોસાયટીઓમાં ભરાયેલા પાણીનો નિકાલ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યાનું પૂર્વ ધારાસભ્ય મેરજાએ જણાવ્યું હતું.બે દિવસ પહેલા ઘોડાધ્રોઇ ડેમ તથા મચ્છુ 2 ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે માળીયા.મી.ના નદીકાંઠાના વિસ્તારો અને ગામો જેવા કે, માણબા, ચીખલી, સુલતાનપુર, માળીયા સિટીમાં પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત મોરબી સામાકાંઠે રાજ સોસાયટી, પંચાસર રોડ સહિતના વિસ્તારોમાં પણ જળ જમાવની ફરિયાદો મળી હતી. જેથી પૂર્વ ધારાસભ્ય મેરજા અને ગડારાએ સતત ભારે વરસાદ દરમિયાન તંત્ર સાથે સંકલનમાં રહ્યા હતા. જેમાં મોરબી શહેરમાં સીટી. મામલતદાર રૂપાપરા અને માળીયા મી. મામલતદાર પરમાર સહિત અન્ય મામલતદારો સાથે તેમજ મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર સરૈયા તેમજ માર્ગ મકાન વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી પાણી ભરાવવાની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવાની તજવીદ આદરી હતી. આ તકે બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, હાલ મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે ગાંધીનગર યોગ્ય રજુઆત કરવામાં આવી છે. તેમજ આ બાબતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વરસાદ રહ્યા બાદ ઉઘાડ નીકળતા તરત જ રસ્તાઓના રીપેરીંગની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!