મોરબી માળીયા ના લૂંટાવદર, જેપુર,ખાખરેચી,કુંભારીયા,વીર વદરકા,વેજલપર સહિતના ગામના ખેડૂતો ના તૈયાર પાક પર વરસાદે પાણી ફેરવતા જગતના તાંતની મુશ્કેલીઓ માં વધારો
મોરબી જીલ્લામાં જગત તાંતની મુશ્કેલીઓ વધતી જઇ રહી છે અતિવૃષ્ટિ તીડ સહિતના પ્રશ્નોએ ખેડૂતો ને પડ્યા પર પાટું માર્યું છે ત્યારે સર્વે બાદ વીમો પણ ન મળતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે જેમાં આજે હળવદના ખેડુતને તલના પાકમા નુકશાનની જતા ઉભા તલમા માલઢોર મુકી દિધા હતા અને તલના પાકને નુકશાનની જતા ઉભાપાકમા ભેલાણ કરાવ્યુ હતું તેમજ તલના પાકમા માલઢોર મુકી પાક ખવડાવવા મજબુર બન્યા છે
ત્યારે હળવદ નજીક આવેલી નર્મદાની કેનાલ કાંઠે ખેતરમા માલઢોર મુકી ભેલાણ કરાવ્યું હતું ખેડુતોને વરસાદ કારણે ખર્ચ પાણીમા ગયો છે અને વાવેતર જેટલો જ ખર્ચ તેને કાઢવાનો થતા ખેડૂતોએ પાકને પશુઓના હવાલે કરી તેને ખવડાવી દેવાનું ઉત્તમ માન્યું છે એ આજ રીતે મોરબી તાલુકાનાં અને માળીયા મી.તાલુકામાં પણ ખેડૂતો ને ધાર્યું ફળ ન મળતા જગતના તાંતના હાલ બેહાલ છે ત્યારે કપાસના ભાવ આ વર્ષે સારા છે પણ કપાસ નથી તો સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે પણ ક્યારે પૂરો થાય અને કયારે તે વિમાની રકમ આવે એ કહેવું ઘણું જ મુશ્કેલ છે હાલ મોરબી જીલ્લામાં ખેડૂતો ના મોટાભાગના પાક પાણીમાં વહી ગયા છે