Monday, February 10, 2025
HomeGujaratઅમદાવાદ દુર્ગાધામ આયોજીત "સનાતન નો શંખનાદ ગુજરાતના પત્રકાર સન્માન સમારોહ" કાર્યક્રમમાં મોરબીના...

અમદાવાદ દુર્ગાધામ આયોજીત “સનાતન નો શંખનાદ ગુજરાતના પત્રકાર સન્માન સમારોહ” કાર્યક્રમમાં મોરબીના પત્રકાર અતુલ જોશીનું શ્રેષ્ઠ પત્રકાર તરીકે સન્માન કરાયું

અમદાવાદ દુર્ગાધામ આયોજિત સનાતન નો શંખનાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન ગોરાણી રિસોર્ટ ખાતે તારીખ 09 ફેબ્રુઆરી ના રોજ ગુજરાત બ્રહ્મ જુદી જુદી સંસ્થાઓ અને ન્યૂઝ પેપર તેમજ ન્યૂઝ ચેનલમાં પત્રકારત્વ તરીકે ફરજ બજાવતા પત્રકારોનું વિશેષ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ પ્રેસ મીડિયા ,ફિલ્મ કે અન્ય ક્ષેત્રોમાં કાર્યરત સર્વે બ્રાહ્મણોને એક સાથે એક મંચ પર લાવી તેઓના કાર્યને બિરદાવવાનો વિશેષ પ્રયત્ન સાથ જ ૧૦૦ જેટલી જ્ઞાતિઓ ને એક જ પંડાલમાં એકઠા કરી જાગૃતિ નો સંદેશ આપી સનાતન નો શંખનાદ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

દુર્ગાધામ દ્વારા આયોજીત સનાતન શંખનાદ સન્માન સમારોહ કાર્યક્રમ માં જુદા જુદા જિલ્લાઓ અને શહેરમાંથી પત્રકારોને સન્માનીત કરાયા હતા જેમાં ન્યુઝ ૧૮ ગુજરાતી ના મોરબીના રિપોર્ટર અતુલભાઈ જોશીનું ખ્યાતનામ સિનિયર પત્રકાર અને પત્રકારત્વના પ્રેરણા સ્ત્રોત જગદીશભાઈ મહેતાના હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પત્રકારત્વ ક્ષેત્રે તેઓના યોગદાન ને બિરદાવવામાં આવ્યું હતું અતુલભાઈ જોશીનું સન્માન થતાં તેઓને ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી છે.ભાવેશભાઈ રાજ્યગુરુની ટીમ અને દુર્ગાધામ આયોજીત આ સંયુક્ત સમારોહમાં સિનિયર પત્રકાર અને એડિટર વિવેકભાઈ ભટ્ટ, સિનિયર પત્રકાર જીગ્નાબેન જોશી,સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા,મૌલિકભાઈ મહેતા, ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા(શૈલેષ સોટા)તેમજ રાજ્યના જુદી જુદી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપરમાં ફરજ બજાવતા પત્રકારો તેમજ સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા અને તમામ પત્રકારોને ફિલ્ડમાં પડતી તકલીફો અને કામ ને લઈને ગમે ત્યારે જરૂર પડે તો ખડેપગે રહેવા હાજર તમામ વડીલોએ આહવાન કરી બ્રહ્મ સમાજના પત્રકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના મીડિયા ક્ષેત્રમાં,રાજકીય ક્ષેત્ર,કાયદાકીય ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોના બ્રહ્મ સમાજના નામાંકીત ચહેરાઓએ પણ ખાસ હાજરી આપી હતી અને આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!