સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત કોઈ પત્રકાર એસોસિયેશન દ્વારા જેલમાં નિદાન અને સાથે નિઃશુલ્ક દવા વિતરણ કેમ્પ યોજવામાં આવ્યો
મોરબી પત્રકાર એસોસીએશન, શ્રીહરિ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર તથા વ્યોમ લેબોરેટરીના સંયુકત ઉપક્રમે મોરબી સબ જેલના કેદીઓ માટે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૨૦૦ થી વધુ બંદીવાનો નું ચેકપ કરવામાં આવ્યું હતું સાથે જરૂરિયામંદ દર્દીઓને નિઃશુલ્ક દવા વિતરણ કરવામાં આવી હતી.
મોરબી પત્રકાર એસોસિએશન તથા શ્રીહરિ હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરના સયુંકત ઉપક્રમે તેમજ મોરબી સબ જેલ પ્રસાશન ના સહયોગ થી મોરબી સબ જેલના કેદીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તેમજ નિઃશુલ્ક દવા વિતરણનો અભૂતપૂર્વ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જે નિદાન કેમ્પમાં હાડકાના વિભાગના નિષ્ણાંત ડો.સાગર ગમઢા (ઓર્થોપેડીક સર્જન), મેડીસીન વિભાગના નિષ્ણાંત ડો.દિવ્યેશ શેરસીયા (એમ.ડી. મેડીસીન), સર્જીકલ વિભાગના નિષ્ણાંત ડો.નીથીશ માલાસણા (એમ.એસ.સર્જન), ચામડીને લગતા રોગોના નિષ્ણાંત ડો.કલ્પેશ રંગપરીયા (M.B., D.D.V.(Mumbai)) તથા આંખાના લગતા રોગોના નિષ્ણાંત ડો.મેહુલ પનારા (M.S., (Opthal)) તેમજ વ્યોમ લેબોરેટરી દ્વારા સેવા આપવામાં આવી હતી આ કેમ્પમાં મોરબી સબ જેલમાં રહેલા ૨૦૦ થી વધુ બંદીવાનોએ લાભ લીધો હતો અને જરૂરિયાત વાળા દર્દીઓને દવાઓ પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી હતી.
આ કેમ્પના આયોજનમાં મોરબી સબ જેલના અધિક્ષક એ.જી.દેસાઈ, જેલર પીએમ ચાવડા તેમજ મોરબી પત્રકાર એસોસિયેશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી,મહામંત્રી ભાસ્કરભાઈ જોશી,ઉપપ્રમુખ રવિભાઈ ભડાણીયા,કારોબારી સભ્ય અતુલભાઈ જોશી અને સંદીપભાઈ વ્યાસ,ખજાનચી પંકજભાઈ સનારિયા,અલ્પેશભાઈ ગોસ્વામી દેવભાઈ સનારિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.