મોરબી પત્રકાર એસોસિએશનની ગત વર્ષે ચૂંટાયેલ બોડી ની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ને ૨૦૨૪ બાદ ૨૦૨૫ ની બોડીમાં સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે.સાથે જ અન્ય હોદેદારોની પણ વરણી કરવામાં આવી છે.
મોરબી પત્રકાર એસોસિએશનના વર્ષ ૨૦૨૫ માં નવા હોદેદારો ની વરણી માટે સર્કિટ હાઉસ ખાતે પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીની આગેવાની માં બેઠક મળી હતી.જેમાં પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી એ ગતવર્ષ ના હિસાબ કિતાબ ને યોજાયેલ કાર્યક્રમો ની વિગતો આપી હતી.બાદ માં ૨૦૨૫ વર્ષ ના હોદેદારો ની વરણી કરાઈ હતી જેમાં સર્વાનુમતે (કોઈ પણ પ્રકારની ચૂંટણી વગર ) બિનહરીફ પ્રમુખ તરીકે સુરેશભાઈ ગોસ્વામી,ઉપપ્રમુખ તરીકે રવિભાઈ ભડાણીયા,મહામંત્રી તરીકે પંકજભાઈ સનારીયા,
સહમંત્રી તરીકે દેવભાઈ સનારીયા,ખજાનચી તરીકે સંદીપભાઈ વ્યાસ, કારોબારી સભ્ય તરીકે અતુલભાઈ જોષી,રૂષિભાઈ મહેતા,ડેનિષભાઈ દવે,ભાસ્કરભાઈ જોષી, ની નિમણૂક કરવામાં આવી હતી.આ બેઠકમાં અલ્પેશભાઈ ગોસ્વામી,આર્યનભાઇ સોલંકી સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ વરણીને વધાવી હતી.મોરબી પત્રકાર એસોસિએશન ના ૨૦૨૫ વર્ષ પ્રમુખપદે વરાયેલા સુરેશભાઈ ગોસ્વામી તેમજ ઉપપ્રમુખ રવિભાઈ ભડાણીયા વર્ષ ૨૦૨૪ માં અગાઉ મોરબી પત્રકાર એસોસિએશન ના પ્રમુખ પદે સફળ કામગીરી કરી ચુક્યા છે જેને ધ્યાનમાં રાખીને સમગ્ર સભ્યો દ્વારા ૨૦૨૫ વર્ષ માં પ્રમુખપદે બિનહરીફ વરણી કરાઇ હતી.