રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રતિભા બતાવશે
મોરબીના ન્યુ એરા પબ્લિક સ્કૂલના ધોરણ ૩ ના વિદ્યાર્થી રેયાંશ મહેતાએ ‘રંગોત્સવ સેલિબ્રેશન’ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની કલા સ્પર્ધાની ‘હસ્તલેખન’ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સફળતા બાદ હવે રેયાંશ મહેતા આંતરરાષ્ટ્રીય કક્ષાની કલા સ્પર્ધા માટે પસંદગી પામ્યો છે.
મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલ ધોરણ ૩ ના વિદ્યાર્થી રેયાંશ ઋષિભાઈ મહેતાએ ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રેયાંશ મહેતાએ ‘રંગોત્સવ સેલિબ્રેશન’ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કલા સ્પર્ધામાં હસ્તલેખન સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તેણે ઉત્તમ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ સફળતા બાદ હવે રેયાંશ મહેતા આંતરરાષ્ટ્રીય કક્ષાની કલા સ્પર્ધામાં પોતાની પ્રતિભા બતાવશે. રેયાંશ મહેતાની આ સિદ્ધિથી મોરબી, ન્યુ એરા પબ્લિક સ્કૂલ, આર્ટ ટીચર અશોક અગોલા અને પરિવારજનોમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ તકે રેયાંશના પિતા ઋષિભાઈના જણાવ્યા અનુસાર આ બધું શાળાના ટ્રસ્ટી હાર્દિક પાડલીયા, પ્રિન્સિપાલ ર્ડો.સક્સેના તેમજ કલા-શિક્ષક અશોક અગોલાના કારણે જ શક્ય બન્યું છે, જેમણે કલા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વિશિષ્ટતા બતાવવા માટે પ્રોત્સાહિત કર્યા, તેમને સતત માર્ગદર્શન આપેલ જેથી વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની કલા સ્પર્ધામાં પસંદગી પામ્યા, આ સાથે ઋષિભાઈએ કલા-શિક્ષક અશોક અગોલા અને વિભા વડગામાનો વિશેષ આભાર વ્યક્ત કરી જણાવ્યું કે તેઓએ વિવિધ કલા-સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને સમય અને સમર્થન આપીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.