રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી કાઇમ બ્રાન્ચની ટીમે ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮,૨૧,૦૦૦/-ના જીરાની ઘરફોડ ચોરી તથા ગેંગ કેસ મળી કુલ- ૨ ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને ગઈકાલે ખાનગી રાહે હકિકત મળેલ કે ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮,૨૧,૦૦૦/-ના જીરાની ઘરફોડ ચોરી તથા ગેંગ કેસ મળી કુલ- ૨ ગુનામાં નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી ભુરીયા (રહે.મોરબી પાડાપુલ નીચે મૂળ રહે.ગામ બેટમા તા.દેપાલપુર જી. ઇન્દોર) હાલે પાડાપુલ નીચે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હામાં નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી મદનભાઇ ભુરીયાને પાડાપુલ નીચેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. આમ, ટંકારા પોલીસ સ્ટેશનમાં કુલ રૂ.૮,૨૧,૦૦૦/- ના જીરા ચોરીના તેમજ ગેંગ કેસના એમ કુલ-૨ ગુનામાં ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.