Friday, April 26, 2024
HomeGujaratમોરબીનાં લાતપ્લોટમાં ઘડીયાળના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : બે ઝડપાયા

મોરબીનાં લાતપ્લોટમાં ઘડીયાળના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : બે ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.પી.સોનારાની સુચનાથી એ ડીવીઝન ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બુધવાર રાત્રીના સમયે મોરબી લાતીપ્લોટ શેરીનં. ૩માં ફેના કલોક કારખાનામાં ઘડિયાળ ના મુમેન્ટના નંગ-૮૦૦૦ કિં.રૂ.૪૬૦૦૦/- ની ચોરી થયેલ હોય જે બાબતે ચોક્કસ બાતમી મળી હતી કે જયદીપસિંહ ઉર્ફે જયરાજસિંહ લખુભા જાડેજા (ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.મોરબી શકતશનાળા) તથા શકીલભાઇ સતારભાઇ કાદરી (ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.મોરબી જોન્શનગર શેરી નં.૧૧) વાળા કારટુન સાથે લાતીપ્લોટમાં શંકાસ્પદ હાલતમાં હેરફેર કરતા મળી આવતા આરોપીઓની પુછપરછ કરતા ચોરીના કારટુનની કબુલાત આપતા ચોરીમાં ગયેલ મુદામાલ કિં.રૂ.૪૬૦૦૦/- કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીઆઈ બી.પી.સોનારા, પીએસઆઈ આર.પી.જાડેજા, પો.હેડ.કોન્સ. રામભાઇ મંઢ, મહાવીરસિંહ પરમાર ,કિશોરભાઇ મિયાત્રા ,પો.કોન્સ.ભાનુભાઇ બાલાસરા ,ચકુભાઇ કરોતરા ,સમરતસિંહ ઝાલા , ભાવેશભાઇ મિયાત્રા , સંજયભાઇ બાલાસરા , આશીફભાઇ રાઉમા , ભરતભાઇ હુંબલ અને બિપીનભાઇ શેરશીયા સહિતનાઓ રોકાયેલા હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!