મોરબીના કુબેરનગર રોડ પર આવેલ રોયલપાર્ક ના 102 મકાનમાં પાણી ભરાતા રજુઆત છતાં નિકાલ ન થતાં રહેવાસીઓ પ્રતીક ઉપવાસ પર ઉતર્યામોરબીમ ભારે વરસાદના લીધે નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા લોકોને પાણીમા ચામડીના રોગ પણ થાય છે અને વૃદ્ધોને પણ તકલીફ પડે છે શેરીમાં એટલા પાણી ભરાઇ જતાં વૃદ્ધો પણ પડી જતા હોય છે
જેમાં મોટા ભાગના વિસ્તારમાં પાણી ઓસરી ગયા હતા પરન્તુ શહેરના વાવડી. રોડ,રોયલ પાર્ક,મહેન્દ્ર પરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જ હતાં જેના લીધે રોયલ પાર્કના રહીશોએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆતો કરી હતી એમ છતાં આ પાણીનો નિકાલ કરવામાં ન આવતા આજે રોયલ પાર્કના રહીશોએ અહિંસાના માર્ગે આંદોલન શરૂ કર્યું છે અને આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં હોવાથી અન્ન નો ત્યાગ કરી ધરણા પર બેઠા હતાં રોયલ પાર્કના રહીશોના જણાવ્યા અનુસારછેલ્લા દશ વર્ષથી સમસ્યા છે જેનો આજદિન સુધી કોઈ નિકાલ કરવામાં નથી આવ્યો એટલુ જ નહીં જિલ્લા કલેક્ટર સુધી કરેલી રજૂઆતો છતાં રજુઆત છતાં પરિણામ શૂન્ય મળતા રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા ની ચીમકી ઉચ્ચારી છે
મોરબીના રોયલ પાર્ક જ નહી વાવડી રોડ,મહેન્દ્ર પરા માધાપર સહિતના આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે રોજ આ વિસ્તારમાં રહેતા લોકો રજુઆત કરવા માટે જાય છે પરન્તુ રજૂઆતો કોઈ સાંભળતું નથી અને સ્થિતિ જેસે થે જેવી જ છે અમુક લોકો પોતાના ઘર છોડી ગામડે રહેવા ચાલ્યા ગયા છે તો કેટલાક લોકો પાણીમાં પડી જતા ઇજાગ્રસ્ત પણ થયા છે ત્યારે 102 મકાનના રહીશોએ આજે તંત્ર સામે બાયો ચડાવી જ્યાં સુધી કાર્યવાહી કરવામાં નહી આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી ઉપવાસ પર બેઠા છે.