મોરબી જીલ્લામાં અતિભારે વરસાદ પડતાં ગઈકાલે મચ્છુ ડેમ અધિકારી કે જે બરાસરા ના જણાવ્યા અનુસાર વધુ પડતા વરસાદના પગલે મચ્છુ ૦૨ ડેમના પ્રથમ 18 દરવાજા12 ફૂટ અને બાદમાં 14 દરવાંજા એમ કુલ મળી 32 દરવાજા ખોલવામાં આવ્યા હતા જેમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને કચ્છ હાઈ વે બંધ થયો હતો જો કે સમય જતાં જતા આ દરવાજા બંધ કરતા ગયા હતા જેમાં અંતમાં પાણી ની આવક ઘટતાં પાંચ જ દરવાજા ખુલા રાખવામાં આવ્યા છે અને મોડી રાત્રીના 11 30 વાગ્યે પોલીસે ધીમી ધારે કચ્છ હાઈવે શરૂ કર્યો હતો
જેની જાણ થતાં મોરબી એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ ,ઇન્ચાર્જ એલસીબી પીઆઈ જે એમ આલ સહિતની ટીમ ત્વરિત પહોંચી ગઈ હતી અને ફરજ પર રહેલા માળીયા પીએસઆઈ આર પી ટાપરિયા અને પોલીસકર્મી જ્યુભા ઝાલા તેમજ જનકસિંહ સહિતના એ ટ્રાફિક ક્લિયર કરી વાહન વ્યવહાર શરૂ કર્યો હતો.
જેમાં 35 કિમિ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જેમાં પેટ્રોલીગ માં રહેલા પીએસઆઈ એન બી ડાભી અને પીએસઆઈ બી વી ઝાલા એ આ ટ્રાફિક જામ દૂર કર્યો હતો અને વ્યવસ્થા જાળવી હતી
આ સમય ગાળા દરમ્યાન મૂળ કચ્છના ભુજના રહેવાસી અને અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં એડમિટ શૈલેષ ગણપતભાઈ બારીયા ઉવ 25 ને ઓક્સિજન સાથે ભુજ લઈ જવામાં આવતા હતા જે ટ્રાફિક માં ફસાયા હતાં જેને હાજર એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પીઆઈ જે એમ આલ,પીએસઆઈ રાજેન્દ્ર ટાપરિયા,પીએસઆઈ એન બી ડાભી પીએસઆઈ બી વી ઝાલાની ટીમે કાર્યવાહી કરી અને ઓક્સિજન ખૂટે એ પહેલા મોરબીની આયુશ હોસ્પિટલમાં પાયલોટીંગ સાથે પહોંચાડયા હતા જેમાં યુવકના સગાઓએ મોરબી પોલીસનો આભાર માન્યો હતો ત્યારે મોરબીમાં અતિ વિકરાળ પરિસ્થિતિમાં પોલીસ દ્વારા ટીમ વર્ક કરી આખીરાત જાગી અને તમામ વાહનચાલકો અને લોકોને તેના ઘર સુધી પહોંચાડ્યા હતા ત્યારે પોલીસ જાગે ત્યારે જ લોકો શાંતિ મેળવી શકે છે આ સ્થિતિ માળીયા કચ્છ હાઈવે બંધ થતાં જોવા મળી હતી અને લોકો પણ હમેશા કોઈ પણ સ્થિતિમાં પોલીસ ને જ જાણ કરે છે ત્યારે પોલીસ હરહંમેશ લોકો માટે તૈયાર છે એ મોરબી પોલીસની ટીમે સાબિત કરી બતાવ્યું હતું ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 માં આ રોડ પર આજ રીતની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે રોડ પાંચ દિવસ સુધી બંધ થયો હતો અને કચ્છ તરફ આવતા જતા લોકોને રાધનપુર થઈને આવવું પડ્યું હતું ત્યારે ફક્ત આઠ કલાકમાં જ કચ્છ હાઈવે શરૂ કરી દેવામાં આવતા મોરબી પોલીસની કામગીરી ખરેખર કબીલેદાદ કામગીરી ગણાવામાં આવી રહી છે તો મોરબી આયુષ હોસ્પિટલમાં સારવાર માં રહેલા યુવકના સગાઓએ પણ કચ્છના ભુજ ખાતે આજે બપોરે 4 30 વાગ્યે પહોંચી મોરબી પોલીસટીમનો સમ્પર્ક કરીને પોલીસની કામગીરી માટે આભાર વ્યકત કર્યો હતો