મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપ્યું છે. આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે. ત્યારે મોરબી ખાતે આગામી તા.૨૪-૦૫-૨૦૧૩ ને બુધવારના રોજ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત પીવાના પાણીની અંદાજે રૂ.૯.૫૬ કરોડના ખર્ચે પાઇપલાઇન કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
મળતી માહિતી અનુસાર, આગામી તા.૨૪-૦૫-૨૦૧૩ ને બુધવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે મોરબી નગરપાલીકા દ્વારા, મોરબી શહેરના છેવાડાના, સુવિધા વિહોણા વાડી વિસ્તાર તથા તેને સંલગ્ન સોસાયટીઓમાં સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત પીવાના પાણીની અંદાજે રૂ. ૯.૫૬ કરોડના ખર્ચે પાઇપલાઇન કામોનું રાતડીયાની વાડી, રામજી મંદિરની બાજુમાં, મોમ્સ હોટલની પાછળ, વોર્ડ નં.૧૦, શનાળા રોડ, મોરબી ખાતેથી ખાતમુહૂર્ત કચ્છ-મોરબીનાં સંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવશે. જે કાર્યક્રમમાં સંસદ મોહનભાઈ કુંડારીયા, પુર્વ મંત્રી જયંતિભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારિયા તથા મોરબી શહેર ભાજપ મહામંત્રી રીશિપભાઈ કૈલા ઉપસ્થિત રહેશે.