Friday, November 15, 2024
HomeGujaratમોરબી કચ્છના સાંસદની મેહનત રંગ લાવી:ભુજ થી તા.૭ એપ્રિલથી સ્પેશિયલ સમર ટ્રેન...

મોરબી કચ્છના સાંસદની મેહનત રંગ લાવી:ભુજ થી તા.૭ એપ્રિલથી સ્પેશિયલ સમર ટ્રેન શરૂ થશે.

મોરબી કચ્છ ના સાંસદની સફળ રજુઆત તથા કચ્છના જનપ્રતિનિધિઓ અને લોક માંગણી ને ધ્યાને લઈ તા.૭ એપ્રિલ ૨૦૨૩ થી ભુજ – સાબરમતી વચ્ચે સમર સ્પેશિયલ ઈંટરસીટી શરૂ કરવાનો નિર્ણય કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે તેમજ તા.૪ એપ્રિલ થી કંડલા અને દિલ્હી વચ્ચે વિમાની સેવા પણ શરૂ કરી દેવામાં.આવશે.

- Advertisement -
- Advertisement -

કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવન – જાવન થઈ શકે માટે ખૂબ જ લાંબા સમય થી કચ્છ ની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે અવાર – નવાર રજૂઆતો કરવામાં આવતી – કચ્છ ના જન પ્રતિનિધિ ઓ દ્વારા પણ સરકાર અને સાંસદ પાસે રજૂઆતો કરવામાં આવતા તા. ૭/૪/૨૩ થી ભુજ સાબરમતી (ટ્રેન નંબર – ૦૯૪૫૬) સવારે ૬:૫૦ થી નીકળી બપોરે ૧:૩૦ સાબરમતી પહોંચશે તેવીજ રીતે સાબરમતી થી (ટ્રેન નંબર – ૦૯૪૫૫) સાંજે ૫:૪૦ વાગ્યે રવાના થઈ રાત્રે ૧૧:૫૦ મિનિટે ભુજ આવશે.બસ અને લક્ઝરીઓ માં કંટાળા જનક પ્રવાસને બદલે લોકોની તકલીફો – સમય તથા મોંઘા ભાડા થી પ્રજાને રાહત થશે. અને વેપાર – વણજ જેવા કાર્યો ના મુખ્ય હબ અમદાવાદ માં કામ પતાવી પરત કચ્છ એક જ દિવસમાં આવી શકાશે.ભુજ – સાબરમતી સમર સ્પેશિયલ ઈંટરસીટી ટ્રેન શરૂ થતાં સાંસદ વિનોદભાઈ ચાવડા એ ખુશી વ્યક્ત કરતાં ઉપરોક્ત બાબતે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  તથા રેલ્વે મંત્રી  અશ્વિની વૈષ્ણવજી અને રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા રેલ્વે મંત્રાલય નો આભાર માન્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ પ્રત્યે સદૈવ સંવેદનશીલ અભિગમ ધરાવી કચ્છની જનતાની માંગણીઓને પ્રાધાન્ય અપાય છે તેવું સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!