મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઉંચી માંડલ ગામે બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં અલગ- અલગ ૬ દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા ૨ આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલસીબીની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં ઘરફોડ ચોરીના ગુન્હાના નાસતા ફરતા આરોપી કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહડા (રહે.તરસીંગા તા.કુક્ષી જી.ધાર (એમ.પી.)) હાલે કાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે ખેત મજુરી કરે છે. તથા બાદમ ઉર્ફે બહાદુર સિંકદરભાઇ ભુરીયા (રહે, પીપરાની ગામ તા.કુક્ષી જી,ધાર (એમ.પી.)) હાલે લોધીકા તાલુકાના દોમડા ગામ ખાતે મજુરીકામ કરે છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ એલસીબીની ટિમ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ૬ ઘર ફોડ ચોરીના ગુન્હાનો નાસતો ફરતો આરોપી કલમ ઉર્ફે કુમલા છગનભાઇ મેહડા (રહે.હાલે રહેકાલાવાડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામ હરસુરભાઇ નાથાભાઇ ચોવટીયાની વાડીએ તા.કાલાવાડ જી.જામનગર મૂળ રહે.તરસીંગા મહેડા ફળીયુ તા.કુક્ષી જી.ધાર (એમ.પી.))ને નપાણીયા ખીજડીયા ગામ હરસુરભાઇ નાથાભાઇ ચોવટીયાની વાડીએથી તથા બહાદમ ઉર્ફે બહાદુર સિકંદરભાઇ ભુરીયા (મૂળ રહે. પીપરાની ગામ સ્કુલ ફળીયુ તા.કુક્ષી જી.ધાર (એમ.પી.) હાલે રહે,દોમડા ગામ અભયભાઇ જેન્તીભાઇ બાબરીયાના મકાન પાસે તા.લોધીકા જી.રાજકોટ)ને છાપરા ગામની સીમ દેવડાના પાટીયા પાસેથી ગઈકાલે તા.૦૩/૦૮/૨૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવેલ છે.