Thursday, December 5, 2024
HomeGujaratમોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામાં...

મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડયો

હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામા છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ભરૂચ જિલ્લા ખાતેથી પકડી પાડવામાં મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને સફળતા મળી છે. આરોપી સતેન્દ્ર જયરામ યાદવ રહે.પટખૌલી ઘુધર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો ભરૂચના જોલવા ગામ ઓમ શકિત પ્રા.લી કંપની ખાતેથી મળી આવતા તેની અટકાય કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ,મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી (IPS)એ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતાં એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબીના સુપરવિઝન હેઠળ એલ.સી.બી /પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એન.પરમાર, એસ.આઇ.પટેલ,કે.એચ.ભોચીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી / પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા, વિક્રમભાઇ રાઠોડને ખાનગીરાહે બાતમી મળી કે હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ.ગુ.ર.નં.૩૧૦/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪(એ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ વિ. મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ રહે.પટખૌલી ઘુધર આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો હાલ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતે આવ્યો છે. જે બાતમીના આધારે તે જગ્યાએ જઇ તપાસ કરતા ગુન્હામાં નાસતો ફરતો આરોપી સતેન્દ્ર જયરામ યાદવ આર એસ મહારાજગંજ (યુ.પી) વાળો જોલવા ગામ ઓમ શકિત પ્રા.લી કંપની ખાતેથી મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન લાવી તા. ૦૪/૧૨/૨૦૨૪ના ૦૫:૩૦ વાગ્યે બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબ ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોપી દીધો છે. આમ,હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળી છે.

જેમાં એમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન.પરમાર, એસ.આઇ.પટેલ, કે.એચ.ભોચીયા, એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!