ગુજરાત સરકારના નિર્દેશન અનુસાર, મિલકત વિરુદ્ધના ગુનાઓમાં કબજે કરાયેલ મુદ્દામાલ ફરિયાદીઓ અને માલિકોને તાત્કાલિક પરત સોંપવાના ઉદ્દેશ્ય સાથે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત માળીયા મી. પોલીસે એક નોંધપાત્ર અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત આજ રોજ રૂ.૧,૦૧,૪૯૮/-ની કિમતના ૦૪ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને પરત આપવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા એસ.પી. મુકેશ પટેલે પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન માળીયા મીં. પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રજાજનોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા પ્રયત્નશીલ રહી માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજદિપસિંહ ઝાલાએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા ડેટા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી IPHONE 11, SAMSUNG, OPPO તથા REALMI મળી કુલ રૂ ૧,૦૧,૪૯૮/-ના મોબાઈલ શોધી કાઢી જેતે માલીકને પરત સોપી “ તેરા તુજકો અર્પણ “ કરી સેવા સુરક્ષા શાંતીના સુત્રને સાર્થક કર્યું છે.